ગુજરાત/ જાણો કેમ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો ના આવ્યો

આ ઘટનામાં 56 લોકોના મોત થયા હતા, 90 મિનિટના સમયગાળામાં 20 બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા

Gujarat Others
 સિરિયલ બોમ્બ જાણો કેમ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે

વર્ષ 2008માં અમદાવાદમાં 26 જુલાઇના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં 56 લોકો માર્યા ગયા હતા. આ સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો આવવાનો હતો. જો કે, કેસની સુનાવણી કરનાર વિશેષ ન્યાયાધીશને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેના કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

ઘટનાની વાત કરીએ તો આ સિરિયલ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના મોત થયા હતા. જોકે આમાંના મોટાભાગના બોમ્બને પોલીસે ડિફ્યુઝ કર્યા હતા, જે અલગ-અલગ 15 જગ્યાએ રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 900થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.

હાલમાં પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવીને માર્યા ગયેલા 55 લોકોના સગાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને સફળતા મળી ન હતી. સમગ્ર મામલામાં લોકો સામે કુલ 78 ફરિયાદો નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વિસ્ફોટ સાથે જોડાયેલા કુલ 35 કેસ હતા, તે બધાને એકસાથે મર્જ કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં તમામ કેસમાં સાક્ષી તરીકે 1600થી વધુ લોકોના નામ નોંધવામાં આવ્યા છે.

Covid-19 Update / શું વધતો મોતનો આંક ફરી એજ ભયાવહ દ્રશ્યો બતાવશે..?

બજેટ 2022 / માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે, બજેટમાં યોગ્ય સુધારા કરો નિર્મલાબેન..! : વિરજીભાઈ ઠુમ્મર

બજેટ 2022 / ટ્વિટર અને ફેસબુક પર મીમ્સનો વરસાદ, લોકો શેર કરી રહ્યા છે ‘હાલ-એ-બજેટ’