સુરેન્દ્રનગર શહેર એટલે જૈનમ જયતિ શાસનમ સુરેન્દ્રનગર શહેરમાં જૈનોની વસ્તી વધારે હોવાના કારણે સુરેન્દ્રનગર શહેર એટલે એક પાવનકારી ધરતી ગણવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આજે રવિવારે રોજ માત્ર સોળ વર્ષની ઉંમરે શાહ પરિવારના સોહમકુમાર શાહનો દીક્ષા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી.. દીક્ષા મહોત્સવમાં પરમ પૂજ્ય વિરેન્દ્રજી સ્વામીજીની નિશ્રામાં કેરી બજાર ખાતે આવેલા જૈન સંઘના આંગણે આ દીક્ષા મહોત્સવ યોજાનાર છે
ત્યારે આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગર શહેરના ટાંકી ચોક વિસ્તારમાં હવે સાગર સેલ્સ પરિવારના અમિતભાઈ ચંદ્રકાંતભાઈ શાહ અને પાયલબેન અમિતભાઈ શાહના સુપુત્ર સોહમ કુમારને ધર્મના સંસ્કારોથી માત્ર પંદર વર્ષની ઉંમરે જ સુકોમળ વ્યસનના કઠિન માર્ગો પ્રયાણ કરવાના ભાવ જાગતા તેઓ માતા-પિતાની સંમતિથી છેલ્લા અઢી વર્ષથી દરિયાપુરી સંપ્રદાયના બા.બ્ર.પ.પૂજ્ય વિરેન્દ્ર સ્વામીના આજ્ઞાનુવર્તી બનીને ધર્મનો અભ્યાસ કરતા રહ્યા છે. ત્યારે તેમણે સામાયિક પ્રતિકમણ 10 વૈકાલિક ઉત્તરાધ્યયન મિત્રો મળી અને નાના-મોટા 25 જેટલા થોડાક કંઠસ્થ કરેલા છે. ગુરુદેવ દ્વારા તેમને દીક્ષા પ્રદાન કરવાની આજ્ઞા પત્રિકા તારીખ 15-10-2021ને દશેરાના દિવસે બહાર પાડવામાં આવી હતી. તે મુજબ આજે રવિવારે તા. 6-2-2022ના રોજ સુરેન્દ્રનગર ખાતે તેમનો ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાનાર છે. ત્યારે બજાર જૈન સંઘ દ્વારા મહોત્સવ માટે હાલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ દીક્ષા મહોત્સવમાં સોહમ કુમારનો વરઘોડો કે કોઈપણ જાતની ઉછામણી કે કોઈપણ પ્રકારનો ઉત્સવ આ દીક્ષા મહોત્સવમાં રાખ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે. સોહમ કુમાર રવિવારના રોજથી દીક્ષા ગ્રહણ કરશે. અત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની નગરી ખાતે જૈન ધર્મને ઉજાગર કરનારા સોહમ કુમારને અને તેના પરિવારને ઠેર-ઠેરથી જૈન સમાજમાંથી શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે. તેમનો ધાર્મિક અભ્યાસ-સામાયિક, પ્રતિક્રમણ, દશવૈકાલિક સૂત્રપુંચ્છિસ્સુણં, ઉતરાધ્યયન સુત્ર, નાના-મોટા મળીને 25 જેટલા થોકડા કંઠસ્થ છે. માત્ર 10-11 વર્ષની નાની વયમાં દરીયાપુરી સંપ્રદાયના આચાર્ય ભગવંત બા.બ્ર.પ.પૂ.વિરેન્દ્રજી સ્વામીના સાનિધ્યમાં 2 અઢારીયા (ઉપધાન તપ) કર્યા. શીઘ્ર સંયમ લેવાના ઉત્કંઠાને કારણે સ્કૂલ અભ્યાસ છોડી વૈરાગી તરીકે પૂ.આચાર્ય ભગવંત પાસે 2.5 વર્ષ રહી સંયમજીવનની તાલીમ મેળવી હતી.
જીવોને અભયદાન આપી,અષ્ટ પ્રવચન માતાનું પાલન કરવા,મહાવ્રતના મધુવનમાં મહાલવા તત્પર થયેલા મુમુક્ષુ આત્માનો જય હો… વિજય હો… ધન્ય હો, વંદન હો શાહ પરિવારને બાકી પરિવારજનો દીક્ષાર્થી સોહમકુમાર શાહે આઠ ધોરણ પાસ કરેલ છે. તેમના માતા પાયલબેન, પિતા અમિતભાઇ ચંદ્રકાંતભાઇ શાહ, દાદી ભાવનાબેન, મોટા ભાઇજી ઉમંગભાઇ શાહ, કાકા કેયુરભાઇ શાહ તથા સાગર પરિવાર(સાગર સેલ્સ-સુરેન્દ્રનગર) વગેરેમાં ધર્મોલ્લાસ છવાયો છે. બહેન રાજવી તથા ભાઇઓમાં યશ, આગમ અને ધ્યેય વગેરેમાં ધર્મોત્સાહ જોવા મળી રહ્યો છે. દીક્ષાર્થી સોહમકુમારે ધાર્મિક અભ્યાસ કર્યો છે. પૂ. આચાર્ય ભગવંત પાસે અઢી વર્ષે રહી સંયમ જીવનની તાલીમ મેળવી છે
