વાયરલ/ રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે ચર્ચામાં આવેલો આ રિપોર્ટર કોણ છે ? જાણો.. જોઈને લોકો કેમ થઈ ગયા આશ્ચર્યચકિત

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક ટેલિવિઝન રિપોર્ટર યુક્રેનથી છ અલગ-અલગ ભાષાઓમાં રિપોર્ટિંગ કરતો જોઈ શકાય છે, જે બાદ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આ તેમની ચર્ચા કરી રહ્યા છે

Top Stories World

આ દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદે દુનિયાને ચોંકાવી દીધી છે.  દરેકને અપેક્ષા હોય છે કે યુદ્ધ રશિયા દ્વારા શરૂ કરવામાં આવશે. જેના કારણે રશિયા પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી રશિયાના શેરબજારોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદ વચ્ચે, એક પત્રકાર વધુને વધુ હેડલાઇન્સ બનાવતો જોવા મળી રહ્યો છે. જે ઘણી ભાષાઓમાં રિપોર્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ મોટાભાગે એક, બે કે ત્રણ ભાષાઓમાં નિપુણ હોવાનું જોવા મળે છે. જેમાં તેને કોઈની સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક ટેલિવિઝન રિપોર્ટર યુક્રેનથી છ અલગ-અલગ ભાષાઓમાં રિપોર્ટિંગ કરતો જોઈ શકાય છે. જે બાદ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આ તેમની ચર્ચા કરી રહ્યા છે. હાલમાં આ રિપોર્ટરનું નામ ફિલિપ ક્રાઉધર જણાવવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચાનું કેન્દ્ર બનેલા એક પત્રકારના વીડિયોમાં, તે યુક્રેનની રાજધાની કિવમાં અંગ્રેજી, લક્ઝમબર્ગિશ, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને જર્મન ભાષામાં બોલતા જોઈ શકાય છે. આ વીડિયો ફિલિપ ક્રાઉથરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં ફિલિપ ક્રાઉધર એક પછી એક મોન્ટેજ વીડિયોમાં વિવિધ ભાષાઓમાં રિપોર્ટિંગ કરતા જોવા મળે છે.

સમાચાર લખાય છે ત્યાં સુધી સોશિયલ મીડિયા પર હાલમાં 1 કરોડથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલિપ ક્રાઉથર એસોસિએટેડ પ્રેસ (એપી) માટે આંતરરાષ્ટ્રીય સંલગ્ન રિપોર્ટર તરીકે કામ કરે છે. આ સમયે, ફિલિપ ક્રાઉથરની ટ્વિટ વધુને વધુ વાયરલ થતી જોવા મળી રહી છે, જેને સમાચાર લખવાના સમયે ઝડપથી 23 હજારથી વધુ રીટ્વીટ અને 90 હજારથી વધુ લાઈક્સ મળી છે.