સુરત/ સુરતના તળાવમાં ડૂબેલા 2 તરુણોના 10 કલાક બાદ મળ્યા મૃતદેહ

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં મધરાતે 2 બાળકો ડૂબી ગયા હતા. આ બંને બાળકોના મૃતદેહો 10 કલાકથી વધારેની શોધખોળ બાદ આજે સવારે મળી આવ્યા છે.

Gujarat Surat
સુરતના તળાવમાં
  • સુરતના તળાવમાં 2 તરુણો ડૂબ્યાં
  • સચિનના તળાવ પાસેથી કપડાં મળ્યા
  • 10 કલાક બાદ મળ્યા મૃતદેહો

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં મધરાતે 2 બાળકો ડૂબી ગયા હતા. આ બંને બાળકોના મૃતદેહો 10 કલાકથી વધારેની શોધખોળ બાદ આજે સવારે મળી આવ્યા છે. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે તળાવના પાણીમાં ડૂબી ગયેલા આ બાળકોની શોધખોળ બાદ તેનો અત્તોપત્તો નહીં મળતા, સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઉતર્યા હતા. તળાવ કિનારે બાળકોના કપડાં મળી આવ્યા બાદ બાળકો ડૂબી ગયા હોવાની વાત બહાર આવતા ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી છે.

સ્થાનિકો મુજબ, આ ડૂબનારા તરુણોની વય 13 વર્ષ હોવાનું સામે આવ્યું છે. બાળકોના પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યા હતા. ઘટનાના દશ કલાક બાદ બાળકોની કોઈ ભાળ મળી ન હતી. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલા કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવાય હતી અને બંને મૃતદેહો મળી આવ્યા બાદપરિવારજનો શોકાતુર થયા છે. આ ડૂબનારા બાળકો ઉનના સીદિક નગર અને સાંઈ નગર ઝૂંપડપટ્ટીના હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા, જાણો કેવી રીતે ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો : પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક

આ પણ વાંચો :  પાટડીની યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ વાળનું દાન

આ પણ વાંચો :સાયલા લાલજી મહારાજની મંદિરે સનાતન હિન્દૂ ધર્મ સભા અને ગુરુ વંદના મંચ અંતર્ગત સંત સંમેલન યોજાયું