વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લાગેલા અરિસાનો કિસ્મત સાથે એક ખાસ કનેક્શન છે. જો કોઈ અરિસાને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો વ્યક્તિના જીવનમાં નકારાત્મક પ્રભાવ પડવા લાગે છે. તો જો અરિસાને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનાથી ઘર-પરિવારની આર્થિક સ્થિતિમાં ઘણો વધારો થાય છે. તો આવો જાણીએ અરિસાથી લગતી કેટલીક ખાસ વાસ્તું ટિપ્સ
વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણની તરફ ચાલે છે. એવામાં અરિસાને પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર લગાવવામાં આવે તો આર્થિક સ્થિતિ સુધરે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ અરિસો લગાવવા માટે સૌથી યોગ્ય દિશા પૂર્વ અને ઉત્તર દિશા માનવામાં આવે છે. આ દિશામાં અરિસો લગાવવાથી ઘરમાં હરિયાળી અને સુખ આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી સામે અરિસો લગાવવાથી ધનમાં વધારો થાય છે. અરિસો લગાવતા સમયે ધ્યાન રાખવું કે અરિસો એકપણ જગ્યાએથી ટૂટેલો ન હોવો જોઈએ. કારણ કે આ પ્રકારનો અરિસો નેગેટિવ એનર્જીને ખેંચે છે.
વાસ્તુમુજબ બેડરૂમમાં અરિસો રૂમ તરફ જ લાગેલો હોવો જોઈએ. સૂતા સમયે શરીરનો કોઈપણ ભાગ અરિસામાં દેખાવો ન જોઈએ. કારણ કે તેનાથી હેલ્થ સંબંધિત મુશ્કેલીઓ વધે છે. જો રૂમ નાનો હોય તો તે અરિસાને સૂતા સમયે કોઈ કપડાંથી ઢાંકી દો, જેનાથી નકારાત્મક પ્રભાવ નહીં પડે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના દક્ષિણ કે પશ્ચિમ દિશામાં અરિસો લગાવવો જોઈએ. કારણ કે આવું કરવામાં ઘરમાં ઝઘડાંઓ વધે છે. તે સિવાય ઘરની દિવાલમાં અરિસા સામ-સામે ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં તણાવ ઉત્ત્પન થાય છે.
આ પણ વાંચો: Lemon Inflation / એવું તો શું થયું કે લીંબુના ભાવ અચાનક આસમાને પહોંચ્યાં, આ રહ્યું કારણ
આ પણ વાંચો: IMD forecast / આ વખતે ચોમાસું કેવું રહેશે? IMDએ જૂનથી સપ્ટેમ્બર માટે આગાહી જાહેર કરી
આ પણ વાંચો: Video / માતા બની ક્રુર, પોતાની જ 9 મહિનાની બાળકીને માર્યો ઢોરમાર
