Elon Musk Twitter/ એલોન મસ્કને લાગ્યો ઝટકો, ટ્વિટર ખરીદવાની ઓફર થઈ રિજેક્ટ

હું માની શકતો નથી કે એલોન મસ્ક પ્રતિ શેર 54.2 ડોલર માં જે ઓફર કરે છે તે વૃદ્ધિને જોતા તેના આંતરિક મૂલ્યની બરાબર છે,” તેમણે કહ્યું કે ટ્વિટરના સૌથી મોટા…

Top Stories World
Shock to Elon Musk, rejected offer to sell Twitter

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરનો 9.2% હિસ્સો ખરીદ્યો હતો અને હવે તે ઈચ્છે છે કે ટ્વિટર સંપૂર્ણપણે તેમના નિયંત્રણ હેઠળ રહે. મતલબ કે તેમણે ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે ત્યારથી ટ્વિટર અને ટેસ્લાના સીઈઓ પર સતત ચર્ચા થઈ રહી છે, પરંતુ મસ્કને આ મામલે ઝટકો લાગ્યો છે.

સાઉદી અરેબિયાના પ્રિન્સ અલવાલીદ બિન તલાલે ગુરુવારે મસ્કની ઓફરને નકારી કાઢી છે. મસ્કે કંપનીનું મૂલ્ય લગભગ $43 બિલિયન આંક્યું છે.

અલવાલીદ બિન તલાલ ટ્વિટરના મુખ્ય શેરધારકોમાંના એક છે અને તેમણે ટ્વિટર ખરીદવાની એલન મસ્કની ઓફરને નકારી કાઢી છે. પ્રિન્સે ટ્વિટર પર આ માહિતી આપી છે.

તેમણે કહ્યું કે, હું માની શકતો નથી કે એલોન મસ્ક પ્રતિ શેર 54.2 ડોલર માં જે ઓફર કરે છે તે વૃદ્ધિને જોતા તેના આંતરિક મૂલ્યની બરાબર છે,” તેમણે કહ્યું કે ટ્વિટરના સૌથી મોટા અને લાંબા ગાળાના શેરધારકોમાંના એક હોવાને કારણે હું આ ઓફરને નકારી કાઢું છું.

શા માટે Twitter ખરીદવા માંગે છે

સૌથી મોટા સ્કેટહોલ્ડર બન્યા બાદ કંપનીએ એલોન મસ્કને બોર્ડમાં જોડાવાની ઓફર કરી, પરંતુ તેમણે ના પાડી હતી. જોકે હવે તે ટ્વિટર ખરીદવા માંગે છે.

ટેસ્લાના સીઈઓ માને છે કે ટ્વિટરમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે. ટ્વીટર પર એક્ટિવ રહેલ એલોન મસ્ક જો ટ્વિટર ખરીદે છે તો આપણે તેમાં ઘણા મોટા ફેરફારો જોઈ શકીશું.

આ પણ જુઓ: જૂનમાં જોવા મળશે કોરોનાની ચોથી વેવ, આ મહિનામાં સંક્રમણની સંખ્યા પીક પર હશે

આ પણ જુઓ: વેરવિખેર થઈ રહી છે કોંગ્રેસની યુવા, રાહુલ ગાંધી જોડે કોણ હશે? વાંચો ખાસ અહેવાલ