Accident/ અખબારનગર અંડરબ્રિજનાં પિલર સાથે અથડાઇ BRTS બસ, થયા બે ફાડિયા

અમદાવાદનાં અખબારનગર અંડરબ્રિજ પાસે એક ભયાનક નજારો જોવા મળ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, એક BRTS બસ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માત જેણે પણ જોયો તે ચોંકી ગયા હતા. BRTS બસ દિવાલમાં ઘુસી જતા બે ફાડિયા થઇ ગયા હતા. અમદાવાદમાં અખબારનગર અન્ડર બ્રિજ પાસે BRTS બસનો એક વિચિત્ર અકસ્માત જોવા મળ્યો છે. આ બસ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદનાં અખબારનગર અંડરબ્રિજ પાસે એક ભયાનક નજારો જોવા મળ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, એક BRTS બસ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માત જેણે પણ જોયો તે ચોંકી ગયા હતા. BRTS બસ દિવાલમાં ઘુસી જતા બે ફાડિયા થઇ ગયા હતા.

અમદાવાદમાં અખબારનગર અન્ડર બ્રિજ પાસે BRTS બસનો એક વિચિત્ર અકસ્માત જોવા મળ્યો છે. આ બસ અંડરબ્રિજનાં પિલર સાથે અથડાઇ હતી જે બાદ તેના બે ફાડિયા થયા હતા. આ અકસ્માતમાં BRTS બસનાં બે ભાગ થઇ ગયા છે. જો કે આ વિચિત્ર અકસ્માતમાં ડ્રાઇવર અને મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હોવાનુ સામે આવી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, BRTS બસ અથડાઈ ત્યારે સદનસીબે બસમાં બે જ મુસાફર હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો પરંતુ તેના ડ્રાઇવરને ઇજા પહોંચી હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે આ અકસ્માત જોયા પછી સૌના મોઢે એક જ પ્રશ્ન હતો કે આવો અકસ્માત કેવી રીતે થયો હશે. મળી રહેલી માહિતી મુજબ સ્ટિયરીંગ લોક થતા અકસ્માત થયો હતો.

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

મોદી સરકારમાં સુધારા એટલે ચોરી : રાહુલ ગાંધી

દિગ્વિજય સિંહનું ટ્વીટ, મને રાષ્ટ્રપતિ તરફથી કોઇ આશા નથી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો