IND vs SA Match: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જૂન મહિનામાં ઉત્તર ભારતમાં સખત ગરમી પડે છે, જેના કારણે ટીમ ઈન્ડિયા ઘરની ધરતી પર ભાગ્યે જ મેચ રમી શકે છે. પરંતુ આ વર્ષે ભારત દક્ષિણ આફ્રિકાની યજમાની કરી રહ્યું છે અને બંને ટીમના ખેલાડીઓ દિલ્હીની આકરી ગરમીથી પરેશાન છે. આ સમસ્યાને દૂર કરવા માટે 10 ઓવર પછી ડ્રિંક્સ બ્રેકનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં ગરમીથી બચવા માટે બંને ટીમોને 10 ઓવર પછી ડ્રિંક બ્રેક લેવાની મંજૂરી આપવામાં આવશે. T20 એ ટૂંકું ફોર્મેટ છે જેમાં ડ્રિંક બ્રેક્સ નથી હોતી પરંતુ ગયા વર્ષે UAEમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ગરમીને જોતા ICCએ પણ આ નિયમ લાગુ કર્યો હતો. આ સમયે દિલ્હીની ગરમીના કારણે તાપમાન 40 થી 45ની વચ્ચે રહે છે તેથી આ નિયમ ખેલાડીઓને ઘણી રાહત આપી શકે છે.
સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારત સામેની T20 સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીની ગરમી વિશે કહ્યું હતું કે ‘અમને આશા હતી કે અહીં ગરમી પડશે, પરંતુ આટલી ગરમી હશે તે ખબર નહોતી. મને લાગે છે કે અમે ભાગ્યશાળી છીએ કે મેચ રાત્રે યોજાશે, કારણ કે રાત્રે ગરમી સહન કરી શકાય તેવી હશે. પરંતુ લોકો દિવસ દરમિયાન આ ગરમીમાં પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પુષ્કળ પાણી પીવો અને બને તેટલું માનસિક રીતે ફ્રેશ રહો.
આ પણ વાંચો: આભાસી સંબંધ, હકીકતનું મોત/ છત્તિસગઢની વિદ્યાર્થીનીના ગુજરાતના બોયફ્રેન્ડએ રાજસ્થાનમાં કરી હત્યા
