- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત
- ઋષિકેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- RTPCR ટેસ્ટનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- સંપર્કમાં આવેલ મિત્રોને ટેસ્ટ કરવવા કરી અપીલ
- હાલ આરોગ્ય મંત્રી થયા હોમ ક્વોરોન્ટાઇન
રાજ્યમાં કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો જોવા મળ્યો છે, હાલ અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. ગુજરાતના આરોગ્યમંત્રી ઋશિકેશ પટેલને કોરોના થયા હોવાના સમનાચાર સામે આવી રહ્યા છે.
મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજરોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે.
ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું.
મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.
— Rushikesh Patel (@Rushikeshmla) June 21, 2022
આરોગ્યમંત્રી કોરોના સંક્રમિત થયા છે.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી તેમણે ટ્વિટર પર આપી છેે .અને જે લોકો આ સમયગાળા દરમિયાન સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ મિત્રોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. હાલ આરોગ્યમંત્રી હોમ ક્વોરેન્ટાઇ થયા છે.
