108 એમ્બ્યુલન્સ સેવા આ વર્ષે ઓગસ્ટમાં પોતાની સેવાના 15 વર્ષ પૂર્ણ કરશે, તેણે અત્યાર સુધીમાં 1.35 કરોડ ઇમરજન્સી કોલ એટેન્ડ કર્યા છે. અને લોકોને સેવા પૂરી પાડી છે. એમ બુધવારે સત્તાવાર રિલીઝમાં જણાવાયું હતું. CMOના એક રીલીઝમાં જણાવાયું છે કે મે 2022 સુધી, GVK-EMRI 108 સેવાએ લગભગ 46 લાખ ગર્ભાવસ્થા સંબંધિત કટોકટી, લગભગ 17 લાખ માર્ગ અકસ્માત સંબંધિત કટોકટીઓ અને 12 લાખથી વધુ લોકોને અકસ્માતના સ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
તેની શરૂઆતથી, તબીબી કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં જ 76,565 મહિલાઓની પ્રસુતિ પ્રક્રિયાઓ હાથ ધરી છે. અન્ય 42,545 પ્રસુતિ પ્રક્રિયાઓ મહિલાઓના ઘરે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, કારણ કે તેમને પ્રસુતિ માટે હોસ્પિટલમાં ખસેડવા માટે ઘણો ઓછો સમય હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં 108 સેવાની 802 એમ્બ્યુલન્સ કાર્યરત છે. આમાં બે 108-સર્વિસ બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે, જે તાજેતરમાં માર્ચ 2022 મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી.
નોધનીય છે કે, એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. પ્રકાશનમાં ઉમેર્યું હતું કે લોકોના લાભ માટે 108 એમ્બ્યુલન્સ સેવાની મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે.
Covid-19 Update/ અમદાવાદમાં કોરોના કેસમાં બમણી ગતિએ વધારો
બનાસકાંઠા/ મેમદપુર શાળામાં CM ભુપેન્દ્ર પટેલે બાળકોને કરાવ્યો પ્રવેશોત્સવ
