અમદાવાદ/ સાણંદમાં ફ્રી મલ્ટીસ્પેશિયાલિટી કેમ્પનું આયોજન : 750થી વધુ દર્દીઓએ લીધો લાભ

નાનકડા ગામમાં એક સાથે વિવિધ રોગોનાં નિદાન અને સારવારનો લાભ મળતા ગ્રમાજનો ખુશ થયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો.

Gujarat Others
કેમ્પ

સાણંદ નગરપાલિકા હોલ ખાતે ખાનગી હોસ્પિટલ દ્વારા હેલ્થ પ્રત્યે જાગૃતાતા કેળવવા માટે ફ્રી મલ્ટીસ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 થી વધું વિવિધ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં હૃદય રોગ, સ્ત્રી રોગ,ચામડીના રોગ,મગજના રોગ,હાડકાંના રોગ,પેટના રોગ,બાળકોના રોગ,કિડની પથરીના રોગ,જનરલ ફિજીશિયન,જનરલ સર્જન તેમજ વારક્યુલર અને થોરેસિક સર્જરીના નિષ્ણાતો એ દર્દીઓનું નિદાન અને સારવાર કર્યા હતા. તેમજ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ, દવા,બ્લડ ટેસ્ટની પણ સુવિધા રાખેલ હતી. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સાણંદ-બાવળા ધારાસભ્ય કનુભાઈ પટેલના હસ્તે કરાયું હતું તેમજ વિશેષ મહેમાન તરીકે લીનાબેન પટેલ,ખોડાભાઈ પટેલ,વિરેન્દ્રસિંહ ઝાલા,કેયુરભાઈ શાહ,દિવ્યરાજસિંહ વાઘેલા,પવુભા પરમાર તથા ડો.કેયુરભાઈ પટેલ,ક્રિષ્નકાંત પટેલ અને નરવીરસિંહ વાઘેલા સાથે હોસ્પિટલ ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પનો લાભ 750 થી વધુ ગ્રામજનોએ લીધો હતો.

કેમ્પ

આ પણ વાંચો : ચીમન પટેલે “પંચવટી કાંડ” કરીને ઘનશ્યામ ઓઝાની સરકાર ઉથલાવી હતી