ફતેપુરા પંથકમાં વરસાદને પગલે કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતાં. ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર, મેઈન બજાર,બાલાજી સોસાયટી તેમજ ઘુઘસ રોડ વિસ્તારમાં ત્રણ થી ચાર ફૂટ જેટલાં પાણી ભરાઇ ગયા હતાં. ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર પાણી ભરાતા દુકાનોમાં તેમજ મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. જેથી દુકાનદારોએ વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ફતેપુરાના પોલીસ સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જવાથી અનેક વાહનોમાં પાણી ભરાતા મોટર સયકલ,ફોર વહીલર સહીતની ગાડીઓ બંધ થઇ જવા પામી હતી. વાહનો ચાર ફુટ જેટલાં પાણીમાં બંધ થતા લોકોને ખુબ જં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફતેપુરામાં અત્યાર સુધીમાં આશરે લગભગ 6 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો જેને લઈ પંથક માં ઠેર ઠેર પાણી ભરાયા હતા જયારે તંત્ર દ્વારા મોસુન પહેલા કરવા માં આવતી કામગીરી ન નિષ્કાળજીના લીધે પાણી ભરાઈ ગયા હતા. આખરે વરસાદ વરસતાની સાથે જ તંત્રની આખો ઉઘડી હતી અને વરસતા વરસાદમાં પાણીનાં નિકાલ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ જો તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોત તો ચાલુ વરસાદમાં તંત્ર ને જેસીબી મશીન કામે લગાડવું ન પડ્યું હોત.ફતેપુરામાં અનેક વિસ્તારો માં સ્થાનિક રહીશો દ્વારા દબાણ કરી પાણી જવાના માર્ગ ઉપર પણ લોકોએ રહેણાંક મકાનો બનાવી પાણી જવાની જગ્યા પુરી દીધી હોવાના કારણે પાણી નિકાલનો કોઈ પણ સ્કોપ ન હોવાથી પાણી નીકાલ ન થતો હોવાની લોકોની ફરિયાદ છે. ત્યારે તંત્ર લોકો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરી પાણીનાં નિકાલ માટેની જગ્યા ખુલ્લી કરવાની લોક માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો : જામનગરનાં બોગસ પત્રકારોને પીળું પત્રકારત્વ કરવાનું પડ્યું ભારે : બ્લેકમેઇલ કરતા પોલીસે પકડ્યા
