Junagadh/ અવાવરૂ બંધ મકાનમાં ઘૂસ્યો દીપડો, ગ્રામ જનોને જાણ થતાં કર્યું એવું કે…

જુનાગઢ તાલુકાના ખડિયા ગામે એક અવાવરૂ બંધ મકાનમાં દીપડો ઘૂસી જતા સરપંચે વન વિભાગને જાણ કરતા દિપડાનું રિસ્ક્યુ કરી પકડી લેતા હાલ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Gujarat

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વન્ય જીવોનો આતંક સતત વધી રહ્યો છે. અવાર નવાર હિંસક પ્રાણીઓના હુમલા માનવ અને પ્રાણીઓ પર  વધી રહ્યા છે. ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં તો મધ્ય ગુજરાતનાં અનેક જીલ્લામાં વાણી જીવોની આતંક જોવા મળી રહ્યો છે. વારંવાર વન્ય જીવો રહેણાક વિસ્તારમાં ઘૂસી આવી આતંક મચાવતા જોવા મળે છે.

જુનાગઢ તાલુકાના ખડિયા ગામે એક અવાવરૂ બંધ મકાનમાં દીપડો ઘૂસી જતા સરપંચે વન વિભાગને જાણ કરતા દિપડાનું રિસ્ક્યુ કરી પકડી લેતા હાલ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જુનાગઢનું ખડિયા એ જંગલની બોર્ડર નું ગામ છે અવારનવાર દીપડાઓ સહિતના વન્ય પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે.

ગત રાત્રિના સમયે ખડીયા ગામના વાડી વિસ્તારમાં મકાનમાં દીપડો ઘૂસી આવ્યો હતો. વહેલી સવારે સરપંચને જાણ થતા સરપંચે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના આર એફ ઓ અરવિંદ ભાલીયા અને બે રેન્જની ટીમો દ્વારા સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. મહા મહેનતે દીપડાને બેભાન કરી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું કલાકોની જેમત બાદ દીપડો વન વિભાગના હાથે લાગ્યો હતો.

વન વિભાગના સ્ટાફે આ દીપડા નું રેસક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડવાની કવાયત હાથ ધરી છે જ્યારે હાલ તો દીપડો પકડાઈ જતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે…