દેશભરમાં આજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે લોકો પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને પૂજા શરૂ કરે છે. પ્રથમ આરતી મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણપતિના દર્શન માટે સવારથી જ ભક્તો મંદિરમાં લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા. લોકોએ બાપ્પાના સુંદર અને અનોખા પંડાલ પણ બનાવ્યા હતા. મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. PM એ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે.’
यतो बुद्धिरज्ञाननाशो मुमुक्षोः, यतः सम्पदो भक्तसन्तोषिकाः स्युः।
यतो विघ्ननाशो यतः कार्यसिद्धिः, सदा तं गणेशं नमामो भजामः।।
गणेश चतुर्थी की ढेरों शुभकामनाएं। गणपति बाप्पा मोरया!
Best wishes on Ganesh Chaturthi. May the blessings of Bhagwan Shri Ganesh always remain upon us. pic.twitter.com/crUwqL6VdH
— Narendra Modi (@narendramodi) August 31, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, “ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.” તે ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ માનવામાં આવે છે.
