ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજ્કીય પાર્ટીઓ સક્રીય રીતે તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે. આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી હોવાથી ચૂંટણી રસપ્રદ બની રહેશે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલના ગુજરપાત પ્રવાસ વધી ગયા છે ,જે પ્રમાણે ગેરંટી આપી રહ્યા છે, તેથી રાજકીય સમીકરણ બદલાયા છે.કેજરીવાલ હાલ બે દિવસના રાજ્યના પ્રવાસે છે ત્યારે અમદાવાદની આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યા છે,આ મામલે દિલ્હીના cm કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પ્રતિક્રિયા આપી છે.
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે સાંજે અમદાવાદ પહોંચી ગયા છે. તેઓ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેઓ આવતાની સાથે જ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાત પોલીસે AAPની ઓફિસ પર દરોડા પાડ્યા છે. ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ગુજરાત પોલીસના 2 કલાકના દરોડામાં કંઈ મળ્યું નથી. તેઓએ કહ્યું કે તેઓ પાછા આવશે.
અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની ઓફિસમાં ગુજરાત પોલીસના દરોડા પર પણ ટ્વીટ કર્યું છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીને મળી રહેલા જનસમર્થનથી બીજેપી ચોંકી ગઈ છે. કેજરીવાલે લખ્યું છે કે, ‘ગુજરાતના લોકો તરફથી ભાજપને મળી રહેલા જબરદસ્ત સમર્થનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. ગુજરાતમાં AAPની તરફેણમાં તોફાન ચાલી રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કશું મળ્યું નહીં. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ
