ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચ આઠ રને જીતી લીધી હતી. ભારતના 187 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને અંતિમ 12 બોલમાં 29 રનની જરૂર હતી પરંતુ ભુવનેશ્વરે 19મી ઓવરમાં મેચને ભારતના પક્ષમાં કરી દીધી હતી. તેણે માત્ર ચાર રનમાં નિકોલસ પૂરનની મોટી વિકેટ મેળવી હતી.
That’s that from 2nd T20I. A nail biting finish as #TeamIndia win by 8 runs to take an unassailable 2-0 lead in the series.@Paytm #INDvWI pic.twitter.com/blSuQYQvlv
— BCCI (@BCCI) February 18, 2022
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શુક્રવારે કોલકાતામાં રમાયેલી બીજી T20 મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝની જોરદાર બેટિંગના કારણે આ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ હતી.
આખરે ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 રનથી જીતી લીધી. ભારતે હવે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે, ત્રીજી મેચ આ મેદાન પર 20મીએ રમાશે અને ટીમ ઈન્ડિયાની નજર 3-0થી રહેશે.
છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને 25 રનની જરૂર હતી, ભારત તરફથી હર્ષલ પટેલ બોલિંગ કરી રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે પણ બે છગ્ગા ફટકાર્યા હતા પરંતુ અંતે ટીમ ઈન્ડિયાની જ જીત થઈ હતી. છેલ્લી ઓવરમાં ધબકારા પણ વધી ગયા હતા કારણ કે રોવમેન પોવેલ અને કિરન પોલાર્ડ બેટિંગ કરવા બેટિંગ કરી રહ્યા હતા.
