ભાવનગરનો શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમના 59 દરવાજા ડેમના ખોલવામાં આવ્યા છે. જેથી પાણીનો ધોધ બન્ને કાંઠ વહેતો થયો છે. 1 ફૂટ 6 ઇંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સતત અને સખત વરસાદને કારણે આ ડેમમાં નવા 9440 ક્યુસેક હજુ પાણીની આવક શરૂ થઈ ચૂકી છે.
શેત્રુંજી જળાશય આજે વહેલી સવારે 04:00 કલાક પછી ઓવર ફ્લો થયો હતો 34 ફૂટ જળ સપાટી વટાવી દીધી છે.અત્યારે 12235.90 મિલિયન ઘન ફુટ પાણીનો જથ્થો એકત્રિત થયો છે.ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે આજે સવારે40 દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે.ડેમમાં ઉપરવાસ માંથી પાણીની આવક 3600 ક્યુસેક અને નદીમાં પાણીની જાવક 3600 ક્યુસેક જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમ માંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલનું મારફતે પાલીતાણા, તળાજા, મહુવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં શેત્રુજી ડેમમાંથી પિયત માટે પાણી આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીમાં મબલખ આવક મેળવી શકતા હોય છે. શેત્રુંજી ડેમ ઓવરફલો થવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો પણ શેત્રુંજી ડેમ નો નજારો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
