સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આશો નવરાત્રી શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે લાખો યાત્રાળુઓ આવનારા હોય છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ યાત્રાળુઓને માચીથી મંદિર સુધીની યાત્રા કરાવતા ઉડન ખટોલાને પણ સજ્જ બનાવી દેવામાં આવ્યા છે.

આશો નવરાત્રી શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે લાખો યાત્રાળુઓ આવનારા હોવાથી વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ યાત્રાળુઓને માચીથી મંદિર સુધીની યાત્રા કરાવતા ઉડન ખટોલાને પણ સજ્જ બનાવી દેવામાં આવી છે.

બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આશો નવરાત્રી દરમ્યાન દરરોજ 3 લાખથી વધુ યાત્રાળુઓ આવશે તેવી સંભાવનાઓને લઈને તમામ પ્રકારની તૈયારીઓ મહાકાળી મંદિર ટ્રસ્ટ, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને રોપવે કંપની દ્વારા કરવામાં આવી રહી છે. યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી તેમજ સુવિધાઓ ઉપર ધ્યાન આપવા અને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.પાવાગઢ ડુંગર ઉપર ચાલતી રોપવે વ્યવસ્થાને સજ્જ બનાવી દેવામાં આવી છે. નિયમિત કરવામાં આવતા મેઇન્ટેનન્સની કામગીરી કરી દેવાઈ છે. તો નવરાત્રી દરમ્યાન સવારે 4 વાગ્યાથી રોપવે સુવિધા શરૂ થશે. મંદિરે જનારા યાત્રાળુઓને સાંજે 7 વાગ્યા સુધી રોપ વેની ટીકીટ મળી શકશે તેમણે વધુમાં જણાવ્યું છે કે દિવસ દરમ્યાન સવારથી સાંજ સુધી નક્કી કરાયેલા સમાય દરમિયાન રોપ વેની 32 બોગીઓ યાત્રાળુઓ માટે અવિરત ચાલુ રાખવામાં આવશે.
