Political/ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે,આવતીકાલે ઉમેદવારી નોંધાવશે

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી દિવસેને દિવસે રસપ્રદ બનતી જઇ રહી છે.હવે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે,

Top Stories India

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી દિવસેને દિવસે રસપ્રદ બનતી જઇ રહી છે.હવે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે, આજે ઉમેદવારી ફોર્મ કાર્યાલય પરથી લેશે અને આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. . હાલ દિગ્વિજયસિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહ્યા છે. હવે તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે અને કાલે તેઓ ઉમેદવારી નોંધાવશે.

નોંધનીય છે કે ગ઼ દિગ્વિજયસિંહ પાસે લાંબો સંગઠનાત્મક અનુભવ છે આ ઉપરાંત પ્રશાસનિક અનુભવ પણ છે. તેઓ બે વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ગણતરી ગાંધી પરીવારનાં વફાદારોમાં થાય છે. આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં શશિ થરૂર અને અશોક ગહલોતના નામ સામે આવી રહ્યા હતા. જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે અશોક ગેહલોત ચૂંટણી લડે કે કેમ તે અંગે સંશય છે. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પાક્કી માનવામાં આવી રહી છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનાં છે.