યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે (2 ઓક્ટોબર) અચાનક બગડી હતી. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તે હાલમાં ICUમાં છે. ડોકટરો સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને મુલાયમ સિંહના પુત્ર અખિલેશ યાદવ સાથે ફોન પર વાત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ અખિલેશ યાદવ પાસેથી મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી છે. પીએમએ એમ પણ કહ્યું કે જે પણ મદદની જરૂર છે તે માટે તેઓ હાજર છે. મુલાયમ સિંહની તબિયત બગડતાં અખિલેશ યાદવ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ICUમાં છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અખિલેશ યાદવ સાથે તેમના પિતાની તબિયત જાણવા માટે વાત કરી હતી. આ અંગે માહિતી આપતાં રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે, “ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની નાદુરસ્ત તબિયતની માહિતી મળતાં, મેં તેમના પુત્ર અખિલેશ યાદવ સાથે ફોન પર વાત કરીને તેમની તબિયત જાણવા માટે વાત કરી છે. ભગવાનને મારી પ્રાર્થના છે કે કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.”
