વિવાદાસ્પદ ટ્વીટ/ નેતાઓના આગમન વખતે જ રોડ અને રસ્તાનું સમારકામ થાય છે : ભાવનગરના યુવરાજસિંહે ટ્વીટ કરી ઠાલવ્યો રોષ

રસ્તાઓનું સમારકામ ત્યારે જ હાથ ધરાય છે જ્યારે કોઈ ભાજપના નેતા અહીં પ્રવાસે આવવાનાં હોય. હું દરેક નેતાઓને વિનંતી કરું છું કે તમે અવાર નવાર અહીં મુલાકાતે આવતા રહો જેથી કરીને અમારા વિસ્તારના રસ્તા સારા રહે.

Top Stories Gujarat Others
  • ભાવનગરઃ યુવરાજસિંહે ટ્વીટ કરી ઠાલવ્યો રોષ
  • ભાવનગર રોડ રસ્તાને લઈને કર્યું ટ્વીટ
  • કિરણ રિજુજીના રોડ રસ્તાને સારા કહેતા ઠાલવ્યો રોષ
  • નેતાઓના આગમન વખતે સારા થતા હોવાનું જણાવ્યું
  • હાઇવે સારા છે પરંતુ અંતરિયાળ રસ્તાઓ બિસ્માર

વરસાદની સિઝનબાદ સમગ્ર ગુજરાતમાં રોડ અને રસ્તાની હાલત બહુ ખરાબ છે. મોટાભાગના રોડ અને રસ્તાઓ જાણે ખાડામાં બન્યા હોય એવા થઈ ગાય છે. તો ઘણી જગ્યાએ તૂટેલા રોડ અને રસ્તામાંથી  ધૂળની ડમરી ઉડી રહી છે. અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તૂટેલા રોડ અને રસ્તાને લઈ લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે. પરંતુ સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

ગુજરાત રાજ્યમાં નજીકમાં ભવિષ્યમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાત રાજ્યમાં વધી ગયા છે. જય નેતાઓની મુલાકાત હોય ત્યાં રાતોરાત રોડ અને રસ્તા રીપેર થઈ જાય છે. ત્યારે ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુ ની મુલાકાત ને લઈ રાતોરાત રોડ અને રસ્તાનું રિસરફેસિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે ટ્વીટ ઉપર પોતાનો રોષ ઠાલવ્યો છે.  રસ્તાઓના નિર્માણ પાછળની હકીકત સામે લાવાનો પ્રયાસ કર્યો છે.  જેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે.

કિરણ રિજ્જૂએ ટ્વીટ કરી જણાવ્યું…
ગુજરાત પ્રવાસે આવેલા કિરણ રિજ્જૂએ અમદાવાદથી ભાવનગર જતા સમયે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે લખ્યું કે અત્યાર સુધીની મારી સફર ઘણી સ્મૂધ રહી છે. માત્ર અહીંના જ નહીં સમગ્ર ગુજરાતના રસ્તા ઘણા સારા છે. જેના ટ્વીટ પર ભાવનગરના યુવરાજે વળતો જવાબ આપ્યો હતો.

જો કે જમિની હકીકત કાઇ જુદી જ છે. જે ગુજરાતવાસીઓ સારી રીતે જાણે છે. અને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના ખરાબ રોડ અને રસ્તાને લઈ પીડાતા ભાવનગર ના યુવરાજ જયવીરરાજસિંહે પણ ટ્વિટ કરી વળતો જવાબ આપ્યો હતો. યુવરાજે જણાવ્યું કે એમા કોઈ શંકા નથી કે નેશનલ હાઈવેના રસ્તા સુધરી રહ્યા છે. પરંતુ શહેરમાં ઘણા રોડ-રસ્તા એવા છે જે સાવ ખરાબ છે. આવા રસ્તાઓનું સમારકામ ત્યારે જ હાથ ધરાય છે જ્યારે કોઈ ભાજપના નેતા અહીં પ્રવાસે આવવાનાં હોય. હું દરેક નેતાઓને વિનંતી કરું છું કે તમે અવાર નવાર અહીં મુલાકાતે આવતા રહો જેથી કરીને અમારા વિસ્તારના રસ્તા સારા રહે.

https://twitter.com/YSJRSG/status/1578393478542766080?t=MPq2L8Ol3o2ys6o5MfYdHw&s=08