ગુજરાતની નવી સરકાર સચિવાલય સંકુલ ખાતે શપથ લેવાની છે ત્યારે વડાપ્રધાન સહિતના મહાનુભાવો આ કાર્યક્રમ હાજર રહેવાના હોવાથી ગાંધીનગર પોલીસ દ્વારા થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ પણ કરી દેવામાં આવ્યું હતું. સચિવાલય સંકુલમાં ખાનગી વાહનો ઉપર પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે અને અધિકૃત પાસ ધારકોને જ પ્રવેશ આપવામાં આવશે.
છેલ્લા ત્રણ દિવસથી સચિવાલય સંકુલમાં નવી સરકારની શપથ વિધિ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોને આમંત્રિત મહેમાનો ઉમટી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ શપથવિધિ કાર્યક્રમ હાજર રહેવાના છે જેને લઈ ગાંધીનગર પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાટનગર ગાંધીનગરમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. સચિવાલયનો પણ ચાલુ દિવસ હોવાથી કર્મચારીઓ માટે વિશેષ પાકગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો આમંત્રિતો માટે પણ અલગ અલગ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.
ગાંધીનગર પોલીસ દ્વારા રોડ બંદોબસ્ત અને સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની આસપાસ 1,500થી વધુ પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. ગાંધીનગર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ જવાનોને બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સચિવાલયમાં અધિકૃત પાસ ધારકોને જ પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત મહિલા પોલીસ જવાનોની પણ વિશેષ ટીમો તૈયાર કરવામાં આવી છે. પાટનગરના પ્રવેશદ્વાર ઉપર જ પોલીસ દ્વારા ગાંધીનગરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ
શપથવિધિ/ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિઃ પીએમ મોદી હાજર રહેશે
શપથવિધિ/ ભાજપના આ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે, ફોન કરીને જાણ કરવામાં આવી
ગુજરાત કેબિનેટ/ભુપેન્દ્ર પટેલ સરકારમાં 24 સભ્યોનું હશે પ્રધાનમંડળ
