COVID/ ગુજરતમાં કોરોનાના BF. 7 વેરિયન્ટીની એન્ટ્રી, જામનગરમાં કરાઈ આવી તૈયારીઓ

ફરી એકવાર કોરોનાએ ચીન સહિતના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત રાજયમાં પણ કોરોનાના BF.7 વેરિયન્ટ ની એન્ટ્રી થઈ ચૂકી છે. જેને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારે સરકારી હોસ્પિટલોમા પૂરતી વ્યવસ્થા કરવા આદેશો આપી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંક ની જામનગરની સરકારી હોસ્પિટલમાં કેવી છે તૈયારી આવો જાણીએ…

Gujarat Others
કોરોનાના BF. 7

કોરોનાએ ફરી એક વાર વિશ્વમાં હાહાકાર મચવ્યા છે.ત્યારે  ગુજરતમાં પણ કોરોનાના BF. 7 વેરિયન્ટીની એન્ટ્રી થઇ ગઇ છે. જેને ધ્યાને રાખીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.કોરાનાના દર્દીઓ માટે તંત્ર દ્વારા 100 બેડની વ્યવસ્થા ધરાવતો અલાયદા વોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટર જેવા મશીનો, દવાનો પૂરતો જથ્થો, ઓક્સિજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. તેમજ નર્સિંગ સ્ટાફ, તબીબોના  પૂરતો સ્ટાફની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

કોરોનાની રી એન્ટ્રીએ આરોગ્ય વિભાગની ચિંતામાં ફરી એકવાર વધારો કર્યો છે.અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થાઓ તેમજ વિવિધ સ્થળોએ ટેસ્ટિંગ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંક ની જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જ્યાં કોરોના કેસો આવે તો હાલ 100 બેડનો અલાયદા વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેથી દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે.

કોરોનાની રી એન્ટ્રી ને જોતા રાજ્ય સરકારના આદેશોને પગલે જામનગર ની જી.જી.હોસ્પિટલમાં તંત્ર દ્વારા 100 બેડની વ્યવસ્થા ધરાવતો અલાયદા વોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર જેવા મશીનો, દવાઓનો પૂરતો જથ્થો, ઓક્સિજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. તેમજ નર્સિંગ સ્ટાફ, તબીબોનો પણ પૂરતો સ્ટાફ કોરોનાના દર્દીઓને સારવાર માટે મળી રહે તેવી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

જામનગર શહેર-જિલ્લામાં હાલ એકપણ કોરોના કેસ કે શંકાસ્પદ દર્દી હજુ સુધી સામે આવ્યું નથી.પરંતુ જો શંકાસ્પદ દર્દી જણાય આવે તો તેના સેમ્પલ GBRC ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે અને દર્દીને તાત્કાલિક કોવિડ વોર્ડમાં સારવાર આપવામાં આવે છે. જી.જી.હોસ્પિટલમાં 41 કિલો લીટર લિકવિડ ઓક્સિજન ટેન્ક ઉપલબદ્ધ છે. ઉપરાંત બે ઓક્સિજન ના પ્લાન્ટ પણ કાર્યરત છે. સાથોસાથ હાલ કોરોના ની રી એન્ટ્રી ને જોતા વિવિધ સ્થળોએ સેમ્પલો લેવાની કામગીરી સાથે આરોગ્ય વિભાગ ની ટિમો ને એલર્ટ કરી દેવામાં આવી છે.

આમ, રાજ્યમાં કોરોના ની રી એન્ટ્રી ને લઈને જામનગર નું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. અને આરોગ્ય ની વિવિધ ટિમો ને ખડેપગે રાખવામાં આવી છે. સાથોસાથ તમામ વ્યવસ્થાઓ સાથે સરકારી હોસ્પિટલમાં અલાયદા કોવિડ વોર્ડ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.હાલ જામનગર શહેર-જિલ્લામાં કોરોના નો એકપણ કેસ નોંધાયો ન હોવાનું અધિકારીએ જણાવ્યું છે.પરંતુ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ 227માં ઓલઆઉટઃ અશ્વિન અને યાદવની 4-4 વિકેટ

આ પણ વાંચો:ઉધરસ ખાતા જ મહિનાના તૂટ્યા 4 હાડકાં, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

આ પણ વાંચો: આદિત્ય ઠાકરે પર સકંજો કસાશેઃ દિશા સાલિયાન હત્યા કેસ ફરીથી ખૂલશે