ભાવનગરના મહુવામાં ફરી એકવાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.અને હવે તેઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.જાણીએ શું છે સમગ્ર મામલો….મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ ફરી એક વાર જગતના તાતને રડાવ્યા છે.માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવામાં થતા વધઘટને પગલે ખેડૂતોને પુરતા ભાવ નથી મળતા જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવી પડી રહી છે.

જોકે હવે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે ખેડૂતોને હાલ ડુંગળીના ભાવ પોષાય તેમ નથી કારણે ડુંગળીના ભાવોમાંથી ખેડૂતોને વાવણીનો પણ ખર્ચ નિકળતો નથી.હવે અહીં પ્રશ્ન એ છે કે સરકાર પાસે મદદની ગુહાર લગાવીને બેઠેલા ખેડૂતોને ક્યારે સહાય આપવામાં આવશે.

મહુવા માર્કેટયાર્ડમાં ગયા અઠવાડિયામાં જે ભાવો હતા તેના કરતા સારા ભાવ હાલ મળી રહ્યા છે.જોકે છતાં પણ ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી.જેથી ફરી એકવાર ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો:અંજારમાં વેપારી પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો
આ પણ વાંચો:રાજયમાં ઠંડીનો પ્રકોપ યથાવત! હવામાન વિભાગે આપી આટલા દિવસ પડશે કાતિલ ઠંડી,જાણો
આ પણ વાંચો:આણંદની અમુલ ડેરીમાં આજે GCMMFLના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે
આ પણ વાંચો:આજથી G-20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશનની થશે શરૂઆત,જાણો સમગ્ર કાર્યક્મની રૂપરેખા
