અમદાવાદ/ અમદાવાદમાં હાથીપગા રોગનો પગપેસારો, જાણો ક્યાં વિસ્તારમાં મળ્યા કેસ

અમદાવાદમાં હાથીપગા રોગના પેસારાના અણસાર સામે આવી રહ્યા છે.3600 સેમ્પલ અત્યાર સુધીમાં ભેગા થયા હતા. જેમાં 4 કેસો હાથી પગાના સામે આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
હાથીપગા
  • 3600 સેમ્પલ પૈકી 4 કેસો આવ્યા સામે
  • રામોલ, હાથીજન,અને વટવા,ઓઢવમાં કેસો
  • શ્રમિકોમાં હાથીપગાના રોગના લક્ષણ દેખાયા
  • કોર્પો.નું તંત્ર હાલ સેમ્પલો પર કામગીરી હાથ ધરી

અમદાવાદમાં હાથીપગા રોગના પેસારાના અણસાર સામે આવી રહ્યા છે.3600 સેમ્પલ અત્યાર સુધીમાં ભેગા થયા હતા. જેમાં 4 કેસો હાથી પગાના સામે આવ્યા છે. રામોલ હાથીજણ વટવા અને ઓઢવ વિસ્તારમાં કેસો જોવા મળ્યા હતા. મોટાભાગે શ્રમિકોને હાથીપગા થયા છે.ત્યારે કોર્પેરેશન હાલ સેમ્પલો એકઠા કરવાની કામગીરી હાથધરી હતી.

હાથીપગાને આપણે “ફાઇલેરિયા” નામે પણ ઓળખીએ છીએ. હાથીપગો એ શરીરમાં રહેલી લસિકાગ્રંથિઓમાં ફાઇલેરિયા ના કૃમિ (પરોપજીવી) નો ચેપ લાગવાને કારણે થાય છે. ભારત અને બંગલા દેશ જેવા દક્ષિણ એશિયાના દેશો ઉપરાંત આફ્રિકા, અમેરિકા, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ જેવા દેશોમાં સૌથી વધુ જોવા મળે છે. ભારતમાં આનું પ્રમાણ આંધ્ર પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ તથા બિહારના દરિયાકિનારાવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે.

હાથીપગો ચેપી મચ્છર કરડવાથી ફેલાતો રોગ છે જે વુચેરીયા બેનક્રોફ્ટી નામના કૃમિથી થાય છે. આ રોગથી સામાન્યત: દર્દીનું મૃત્યુ થતું નથી પરંતુ દર્દી કાયમી માટે અપંગ બની જાય છે માટે જ જો શરૂઆતના તબક્કામાં નિદાન કરવામાં અાવે તો સારવાર આપીને રોગને આગળ વધતો અટકાવી શકાય છે.

આ રોગ સ્ત્રી-પુરુષ અને બાળકોના શરીરના નીચેના ભાગના અંગો માં થાય છે. આ રોગ માદા મચ્છરના કરડવાથી ફેલાય છે. લસિકાગ્રંથિમાં પુખ્ત માદા કૃમિ સૂક્ષ્મ કદના અનેક લાર્વા છોડે છે. જે લોહીના પ્રવાહમાં ભળે છે. જેને હાથીપગાના સૂક્ષ્મ જંતુઓ (માઇકોફિલેરી) કહે છે. વ્યક્તિને મચ્છર કરડે ત્યારે તેના ડંખમાથી તે લાર્વા અન્ય વ્યક્તિના શરીરમાં પ્રસરે છે.

હાથીપગાના લક્ષણોમાં હાથીપગો થાય ત્યારે અવાર નવાર ખુબજ તાવ આવે છે.બેચેની અનુભવાય.ઠંડી લાગે.અંગ અકડાય જાય.લસિકાગ્રંથિમાં સોજા આવી જાય છે.પગ તથા જનાનગોમાં સોજા આવી જાય છે.

કોઇ ફણ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં હાથીપગા રોગના લક્ષણો જાણવા માટે ખાસ રાત્રીના સમયે જ એટલે કે રાત્રે 11 વાગ્યા પછી જ લોહીના નમુના લેવામાં આવે છે. તે અંગે મમતાબેન દત્તાણીએ જણાવ્યું કે મચ્છર કરડ્યા પછી શરીરમાં જીવાણુ લોહીમાં ફરતા થાય છે, જો કે દિવસ દરમિયાન જીવાણુ એક સ્થળે સ્થગિત રહે છે અને રાત્રીના સમયે જ લોહીના પ્રવાહમાં ભળી જતા હોય છે. માટે રાત્રે જ લોહીના નમુના લેવાયા હોય તો જ લક્ષણો જાણવા મળી શકે.

હાથીપગોનું વૈજ્ઞાનિક નામ ફિલેરિયાસિસ છે જે વાસ્તવમાં ફિલેરિયા નામના વર્મ્સને કારણે થતો એક ચેપી રોગ છે. આ રોગની શિકાર વ્યક્તિને કરડેલો મચ્છર જ્યારે કોઈ બીજી વ્યક્તિને કરડે ત્યારે એના દ્વારા આ વર્મ્સ નવી વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે.

આ પણ વાંચો:મહાદેવનો સાક્ષાત્કાર, ગરવા ગિરનારની ગોદમાં ધામધૂમથી ઉજવાશે મહાશિવરાત્રી

આ પણ વાંચો:જામનગરમાં દીકરીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં

આ પણ વાંચો:વડોદરાના વિશ્વનાથ ગુર્જરની હત્યાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોલીસ