Sukesh Chandrashekar/ સુકેશે જેકલીન ફર્નાન્ડિસને તેના જન્મદિવસ પર લખ્યો પત્ર, કહ્યું – તારો પ્રેમ જીવન…

સુકેશે પોતાના પત્રમાં લખ્યું કે, “માઈ બુમ્મા, હું તારા જન્મદિવસના અવસર પર તને ખૂબ જ યાદ કરું છું. મારી પાસે શબ્દો નથી પણ હું જાણું છું કે મારા માટેનો તારો પ્રેમ ક્યારેય સમાપ્ત થશે…

Trending Entertainment
Sukesh wrote letter to Jacqueline

Sukesh wrote letter to Jacqueline: જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને યાદ કરી છે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં હાલમાં તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને તેના જન્મદિવસના અવસર પર એક પત્ર લખ્યો છે. આ પહેલા પણ સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રોમાં જેકલીનનો ઉલ્લેખ કર્યો છે અને તેને તને પ્રેમ કરવાનું પણ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુકેશ ચંદ્રશેખર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને તેની સામે 200 કરોડની મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલો છે. આ મામલામાં જેકલીન ફર્નાન્ડિસથી લઈને ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. તપાસ એજન્સી દ્વારા જેકલીનની અનેકવાર પૂછપરછ પણ કરવામાં આવી છે. સુકેશે પોતાના પત્રમાં લખ્યું કે, “માઈ બુમ્મા, હું તારા જન્મદિવસના અવસર પર તને ખૂબ જ યાદ કરું છું. મારી પાસે શબ્દો નથી પણ હું જાણું છું કે મારા માટેનો તારો પ્રેમ ક્યારેય સમાપ્ત થશે નહીં, તે ફક્ત મારા માટે જ છે.” સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે કે હું મારી આસપાસ તારી ઉર્જા ગુમાવી રહ્યો છું.

સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફર્નાન્ડિસને લખેલા પત્રમાં આગળ લખ્યું કે, “હું જાણું છું કે તારા દિલમાં શું છે, મને કોઈ પુરાવાની જરૂર નથી. તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું, મારા બોટા બુમ્મા.” સુકેશે આગળ લખ્યું કે, “તારી અને તારા પ્રેમની કોઈ કિંમત નથી, આ મારા જીવનની શ્રેષ્ઠ ભેટ છે. લવ યુ માય બેબી, મને તારું દિલ આપવા બદલ આભાર. તું જાણે છે કે હું અહીં તારી સાથે ઉભો છું, ભલે ગમે તે હોય.” પત્રના અંતે, મહાઠગે તેના સમર્થકો અને મિત્રોનો જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.

આ પણ વાંચો:સુરતમાં પહેલા માળેથી બાળક પટકાતા મોત, પરિવારમાં ગમગીની

આ પણ વાંચો:ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત, મોરબીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:જંગલના સાવજ પાછળ પડ્યા કૂતરાઓ, જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા

આ પણ વાંચો:કર્ણાટકમાં ચૂંટણીઃ હવે કર્ણાટકમાં ફરશે દાદાનું ‘બુલડોઝર’