સરકારે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુકાશ્મીરમાં 185 બહારના લોકોએ જમીન ખરીદી છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “જમ્મુ- કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2020, 2021 અને 2022 દરમિયાન કુલ 185 લોકોએ જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદી છે.”
નિત્યાનંદ રાયે કહ્યું કે 2020માં એક બહારના વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી હતી, જ્યારે 2021માં 57 અને 2022માં 127 લોકોએ જમીન ખરીદી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાંથી મળેલી માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં બહારના કોઈ વ્યક્તિએ ત્યાં જમીન ખરીદી નથી. આ સમયગાળા દરમિયાન બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિત કોઈપણ ભારતીય કંપનીએ લદ્દાખમાં રોકાણ કર્યું નથી. રાયે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિત 1,559 ભારતીય કંપનીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ ગૃહને એ પણ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં 1559 ભારતીય કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ ‘ભારતમાં અપરાધ’ શીર્ષક હેઠળના તેના અહેવાલમાં જણાવ્યું છે કે આઈપીસી અને વિશેષ અને સ્થાનિક કાયદાઓ અનુસાર, સગીર વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2019માં સગીરો સામે 32,269 કેસ નોંધાયા છે. ત્યારે 2020 માં 29,768 અને 2021 માં 31,170 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે.
5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ પછી જમ્મુ-કાશ્મીરમાં વિદેશી રોકાણનો માર્ગ ખુલ્યો છે. ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા મોલનો શિલાન્યાસ કર્યો હતો. રાજધાની શ્રીનગરના સેમ્પોરા વિસ્તારમાં યુએઈ સ્થિત એમાર ગ્રુપ દ્વારા આ મોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગ્રુપ જમ્મુ અને શ્રીનગરમાં પણ આઈટી ટાવર સ્થાપશે.
વર્ષ 2019માં ઓગસ્ટમાં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35-A હટાવ્યા પહેલા કઈક અલગ જ કાયદો હતો. જેમાં જે વ્યક્તિ જમ્મુ અને કાશ્મીરનો રહેવાસી ન હોય તે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાવર મિલકત ખરીદી શકતો ન હતો. ત્યારે આ કાયદો દૂર થતાંની સાથે જ છેલ્લા 3 વર્ષમાં 185 લોકોએ અહી જમીન ખરીદી છે.
આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ
આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે
આ પણ વાંચો:અધિકારીઓની હેરાનગતિઃ હારીજ એસટી ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી. ડ્રાઈવરને પરેશાન કરાયો
આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?
