ગુજરાત/ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સુરતના માર્ગ પર ડામર પીગળી જતા દેખાઈ આવ્યો ભ્રષ્ટાચાર

સુરતના અડાજણ વિસ્તારની કે, જ્યાં ધનમોરા કોમ્પ્લેક્સ પાસેથી જિલાની બ્રિજ સુધી અંદાજિત 200 મીટરનો જે રોડ તૈયાર કરવામાં આવ્યો હતો તે ગણતરીના કલાકોમાં જ પીગળવા લાગ્યો એટલે કે રાત્રિના સમયે રસ્તો બનાવવામાં આવ્યો અને સવારે 10 વાગ્યા બાદ ડામર પીગળવા લાગ્યું હતું.

Top Stories Gujarat Surat

@અમિત રૂપાપરા 

સુરતમાં ઉનાળો શરૂ થતાની સાથે જ રોડ પીગળવાની ઘટનાઓ સામે આવી છે. ઉનાળાની ગરમીના કારણે કે પછી સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે તેની બેદરકારીને કારણે આ રોડ પીગળ્યો છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે. આ કહેવાનું કારણ એવું છે રાત્રે બનાવવામાં આવેલો રસ્તો સવારે ગરમીની શરૂઆત થતાં જ પીગળવા લાગ્યો હતો અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

આ વાત છે સુરતના અડાજણ વિસ્તારની કે, જ્યાં ધનમોરા કોમ્પ્લેક્સ પાસેથી જિલાની બ્રિજ સુધી અંદાજિત 200 મીટરનો જે રોડ તૈયાર કરવામાં આવ્યો હતો તે ગણતરીના કલાકોમાં જ પીગળવા લાગ્યો એટલે કે રાત્રિના સમયે રસ્તો બનાવવામાં આવ્યો અને સવારે 10 વાગ્યા બાદ ડામર પીગળવા લાગ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

લોકોના ચપ્પલ પણ આ ડામરમાં ચોંટી જતા હતા. તેથી લોકોને બુટ ચપ્પલ વગર જ આ પીગળતા રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. તો કેટલીક ગાડીઓના ટાયરોમાં પણ આ ડામર ચોંટી ગયો હોવાથી વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મહત્વની વાત કહી શકાય કે આ ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાની ટીમને થતા જ તાત્કાલિક જ એક ટ્રક ધૂળ ડામર પર નાખવામાં આવી હતી. જો કે ધૂળ નાખવાથી પીગળેલો ડામર થોડીવાર માટે રસ્તા પર ચોટી ગયો હતો પરંતુ જેમ જેમ આ ધૂળ પરથી વાહનો પસાર થતા હતા તેમ તેમ ફરીથી ડામર પીગળવા લાગતો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી અતીકને લઈને નીકળી યુપી પોલીસ, માફિયાનું થયું ફરી બીપી હાઈ?

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર બેદરકાર, શૌચાલયમાં સ્લેબના પોપડા પડ્યા

આ પણ વાંચો:ફરી સાબરમતીથી પ્રયાગરાજ લઇ જઈ રહ્યા છે માફિયા અતીક અહેમદને, હવે ખુલશે તમામ રહસ્યો?

આ પણ વાંચો:રાજકોટમાં શ્વાનનો આતંક, આધેડને બચકુ ભરતા ત્યાં જ પટકાયા, CCTV આવ્યા સામે

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત