IPL 2023ની 29મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ચેન્નાઈના 8 પોઈન્ટ છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને યથાવત છે. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ સાત વિકેટે 134 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ડેવોન કોનવેની અડધી સદીની મદદથી 7 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
ચેન્નાઈ માટે ઓપનર ડેવોન કોનવે સૌથી વધુ 77 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના 135 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સે શાનદાર શરૂઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પાવરપ્લેમાં જ 60 રન ફટકાર્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 66 બોલમાં 87 રનની ભાગીદારી થઈ હતી. ઋતુરાજ ગાયકવાડ 30 બોલમાં 35 રન બનાવીને રનઆઉટ થયો હતો. અજિંક્ય રહાણેએ 9 રનનું યોગદાન આપ્યું હતું. અંબાતી 9 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અલી અને કોનવેએ 16 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. ડેવોન કોનવે 57 બોલમાં 77 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ 3, મહિષ, આકાશ અને પથિરાનાએ 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. ટીમે પ્રથમ 4 ઓવરમાં 34 રન બનાવ્યા હતા. પરંતુ હેરી બ્રુક 5મી ઓવરમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 26 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી હૈદરાબાદે વારંવાર અંતરે વિકેટો પડતી હતી. રાહુલ ત્રિપાઠીએ 21, કેપ્ટન એડન માર્કરામે 12 રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસેન 17 રન બનાવીને આઉટ થયો હતો. મયંક અગ્રવાલ માત્ર બે રન બનાવી શક્યો હતો. વોશિંગ્ટન સુંદરે 9 રન બનાવ્યા હતા. માર્કો જેન્સન 17 રન બનાવી અણનમ રહ્યો હતો.
