સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને લૂંટના ગંભીર ગુનામાં છેલ્લા 20 વર્ષથી ભાગતા ફરતા આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપીની મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરી તેને સુરત લાવવામાં આવ્યો છે. આરોપીએ લિંબાયત વિસ્તારના એક મકાનમાં તેના સાગરીતો સાથે લૂંટણી ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ મહિલાને ધમકાવી એક યુવતી સાથે દુષ્કર્મ કરી આરોપી ફરાર થયો હતો.

સુરતમાં વર્ષ 2003માં રાત્રિના સમયે પર્વત ગામની સીમમાં આવેલ એકમ મકાનનો નકુચો તોડીને આરોપી કૈલાશ ભોસલે, રોહિત ભોસલે, સુનીત કાળે અને અર્જુન કાળે મકાનની અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓએ મકાનની અંદર સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ઘરમાં રહેલી મહિલાએ જે દાગીના પહેર્યા હતા તે દાગીનાની લૂંટ કરી હતી અને મહિલાને ધાક ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ ઘરમાં રહેલ એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ આરોપી મકાનનો દરવાજો બંધ કરીને ભાગી ગયા હતા.
આ ઘટનાને લઇ 2003માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં બળાત્કાર વિથ લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી કૈલાસ ઉર્ફે ચાર્લી પોલીસ પકડથી દૂર હતો અને 20 વર્ષથી પોલીસથી બચીને ભાગતો ફરતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપીઓને પકડવાની જે ડ્રાઇવ યોજવામાં આવી છે તે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી કૈલાશ ઉર્ફે ચાર્લીની ધરપકડ મહારાષ્ટ્રના પુણેના વઢાણે ગામમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત લાવવામાં આવ્યો હતો અને આરોપી સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2003માં બળાત્કાર વિથ લૂંટનો ગુનો નોંધાયો હોવાના કારણે આરોપીને લિંબાયત પોલીસના હવાલે કર્યો છે.
આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ
આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા
આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે
