સાવધાન/ શું તમને પીઝા બહુ ભાવે છે,તો પહેલા આ વાંચી લેજો…ડોમિનોઝ અને લા પીનોઝના સેમ્પલ ફેલ

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીના કહેવા અનુસાર ફૂડ સેફટી વિભાગના ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરમાં અલગ અલગ વાનગીઓમાં વપરાતા ચીઝ તેમજ માયોનીઝ ચીઝના નમુના એકત્રિત કરવામાં આવ્યા હતા

Top Stories Gujarat Surat
પીઝા

@અમિત રૂપાપરા 

સુરતનું જમણ દેશ વિખ્યાત છે. ત્યારે સુરતી પણ હરવા ફરવા અને ખાવાના શોખીન હોય છે. સુરત શહેરમાં અનેક નામચીન મોટા રેસ્ટોરન્ટ અને અલગ અલગ ફ્રેન્ચાઇજી ધરાવતી ફાસ્ટ ફૂડની દુકાનો આવેલી છે. ત્યારે આ દુકાનમાં બનતા ફૂડ લોકો માટે હાનિકારક છે કે, નહીં તે બાબતે સમયાંતરે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે સુરતમાં અલગ અલગ પીઝા બનાવતી સંસ્થાઓમાંથી આરોગ્ય વિભાગ દ્વારા 13 જેટલા ચીઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આ 13 સેમ્પલનો રિપોર્ટ આવતાની સાથે જ ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સુરત શહેરની 6 નામચીન બ્રાન્ડના પીઝામાં હલકી ગુણવત્તાનું ચીઝ ઉપયોગ કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીના કહેવા અનુસાર ફૂડ સેફટી વિભાગના ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરમાં અલગ અલગ વાનગીઓમાં વપરાતા ચીઝ તેમજ માયોનીઝ ચીઝના નમુના એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમાંથી છ જાણતી સંસ્થાના ચીઝના નમુના ફેલ થયા હતા. આ 6 સંસ્થામાં સુરતના ઘોડદોડ રોડ પર આવેલ પીઝાહટ, કેનાલ રોડ પર આવેલ લાપીનોઝ પીઝા, પીપલોદ ખાતે આવેલ કે.એસ. ચારકોલ પીઝા, તો જહાંગીરા બાદ ખાતે આવેલ ગુજ્જુ કાફે અને મહાવીર કોલેજ વેસુ પાસે આવેલ ડોમિનોઝ પિઝાના ચીઝના નમુના ફેલ થયા હતા.

સુરત શહેરની આ મોટી 6 સંસ્થાના જે ચીઝના નમુના ફેલ થયા છે.. તે તમામ સંસ્થાઓમાંથી ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા 40 કિલો ચીઝનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચીઝમાં મિલ્ક ફેટ 40% હોવું જોઈએ પરંતુ આજે નમુના લેવામાં આવ્યા હતા તેમાંથી 6 મોટી બ્રાન્ડના ચીઝમાં આ મિલક ફેટ 40% કરતાં ઓછું જણાયું હતું. આગામી દિવસોમાં આ 6 બ્રાન્ડ સામે કોર્ટમાં કેસ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો:વેસુના હાઈટેક એવન્યુમાં દેરાસરના ડિમોલિશન સમયે વિરોધ કરનારા લોકો સામે કેસ

આ પણ વાંચો:18 વર્ષની દીકરીનું હડકવાથી મોત થયા બાદ પરિવારના 30 સભ્યો એક સાથે હડકવા વિરોધી રસી લેવા હોસ્પિટલે પહોંચ્યા

આ પણ વાંચો:પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષ ગુમ યુવતીના હોવાની આશંકા,માતાના DNA સેમ્પલ લેવાયા

આ પણ વાંચો:GST બોગસ બીલિંગ મામલે ઇકો સેલની મોટી કાર્યવાહી, દુબઈ ભાગી રહેલા આરોપીની કરી ધરપકડ