ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ભેટ મળી છે. બીસીસીઆઈએ તાજેતરમાં સ્પોર્ટ્સ એપેરલ નિર્માતા કંપની એડિડાસ સાથે જોડાણ કર્યું હતું અને તેને તેની કીટ સ્પોન્સર બનાવી હતી. હવે એડિડાસે ગુરુવારે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. Adidas એ ત્રણેય ફોર્મેટની જર્સી લોન્ચ કરી છે. ભારતીય ટીમને 7 થી 11 જૂન સુધી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી પહેરશે.
Presenting new Jersey of #TeamIndia for WTC Final 2023.
Impossible Is Nothing 💪#adidasIndia #WTCFinal2023 pic.twitter.com/tUVEmqlZtz
— adidas India (@india_adidas) June 1, 2023
એડિડાસ પહેલા, MPLA ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર હતી પરંતુ BCCIએ આ કંપની સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો. ત્યારથી બધા રાહ જોઈ રહ્યા હતા કે ભારતીય ટીમની નવી જર્સી કેવી હશે જે હવે પૂરી થઈ ગઈ છે.એડિડાસ ઈન્ડિયાએ પોતાના ટ્વિટર પર જર્સી લૉન્ચ કરવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાની જર્સી ટ્રેનની ઉપર હવામાં લટકતી હોવાનું કહેવાય છે.ભારતની નવી ટેસ્ટ જર્સીના ખભા પર ત્રણ કાળી પટ્ટીઓ છે જે એડિડાસની જર્સીમાં સામાન્ય છે.આ કંપનીના લોગોમાં પણ ત્રણ લાઈન છે. તે જ સમયે, T20 અને ODI ટીમની જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે.
Dark blue without collar – T20I.
Light blue with collar – ODI.
White Jersey – Test.Adidas has done a great work! pic.twitter.com/ri61gVQ230
— Johns. (@CricCrazyJohns) June 1, 2023
T20 જર્સી કોલરલેસ છે અને તેનો રંગ ઘેરો વાદળી છે. આ જર્સીના ખભા પર ત્રણ પટ્ટાઓ પણ છે જે સફેદ રંગની છે. બીજી તરફ, ODI જર્સી આછા વાદળી રંગની છે જેમાં કોલર છે. આ જર્સીના ખભા પર ત્રણ સફેદ પટ્ટીઓ પણ છે
