World Environment Day 2023/ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની કુમાર-કન્યા શાળા બદરખા ખાતે ઉજવણી  

5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની બદરખા ગામે ભારત સરકાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદઅને સમ્યક્ ફાઉન્ડેશનનાં સહયોગથી કુમાર – કન્યા શાળા બદરખા ખાતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Gujarat

@અનીતા પરમાર 

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ નો અનોખો મહિમા રહ્યો છે. આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ.  વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે. વૃક્ષો, જંગલો, નદી-પર્વતો, સાગર, પશુ-પંખી, પ્રાણીઓ, ધરતી-આકાશ અને માનવીનું જીવન- આ સહિયારા અસ્તિત્વની ભાવના છે.  પ્રકૃતિ પર્યાવરણના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણીય અસમતુલા સર્જાય છે.

સાંપ્રત સમયમાં અનેક પ્રકારના પ્રદૂષણ વધ્યા છે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી ચિંતિત છે. ઋતુચક્ર ખોરવાયા છે. માનવ જીવન પર આની વિઘાતક અસરો થાય છે. ત્યારે પ્રકૃતિ-પર્યાવરણના સુયોગ્ય જતન-સંવર્ધન માટે, માનવ અસ્તિત્વ અને સુસંવાદી બનાવવા માટે આપણે પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવાની જરૂર છે.

5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની બદરખા ગામે ભારત સરકાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદઅને સમ્યક્ ફાઉન્ડેશનનાં સહયોગથી કુમાર – કન્યા શાળા બદરખા ખાતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્ર્મમાં શ્રી પ્રિતેશભાઇ ઝવેરી સાહેબ જીલ્લા યુવા અધિકારી નહેરુ યુવા કેન્દ્ર અમદાવાદ, ડો. કાર્તિક આર. શાહ સાહેબ જીલ્લા ટીબી ઓફિસર અમદાવાદ, ધીરુભાઈ ઝાલા સમ્યક્ ફાઉન્ડેશનનાં ચેરમેનશ્રી, અંકિતભાઈ પટેલ આચાર્યશ્રી,તલાટી નરેન્દ્રભાઇ સાહેબ, અર્પિતાબેન ક્રિશ્ચયન ફીમેલ હેલ્થ વર્કર, તથા આંગણવાડી બેહનો, જ્યોશનાબેન, હસુમતીબેન વગેરે અશાબેહનો, વિદ્યાર્થીઓ વગેરેએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્ર્મમાં વૃક્ષો વાવો, વરસાદ લાવો વિગેરે પ્રતિજ્ઞા લીધી હતી. અને આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ધીરુભાઈ ઝાલા સમ્યક્ ફાઉન્ડેશનનાં ચેરમેન નાં માર્ગદર્શન હેઠળ બદરખા ગામે 100 બહેનને રોપાનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ કુમાર-કન્યા શાળા માં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી