ઉત્તરાખંડ (Uttarakhand) માં મહાનિર્વાણ અખાડા (Mahanirvani Akhara) હેઠળના ત્રણ મુખ્ય મંદિરોમાં મહિલાઓ અને છોકરીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. મહાનિર્વાણી અખાડાના સચિવ અને અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રીમંત રવીન્દ્ર પુરીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે મહિલાઓ અને છોકરીઓ ટૂંકા કપડા પહેરીને મહાનિર્વાણી અખાડા હેઠળના ત્રણ મંદિરોમાં પ્રવેશ કરી શકશે નહીં.
તેમણે કહ્યું કે આ મંદિરોમાં હરિદ્વારમાં કનખલ ખાતેનું દક્ષ પ્રજાપતિ મંદિર, પૌરી જિલ્લામાં નીલકંઠ મહાદેવ મંદિર અને દેહરાદૂનમાં ટપકેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. પુરીએ કહ્યું, “મહિલાઓ અને છોકરીઓ ટૂંકા કપડા પહેરીને આ ત્રણ મંદિરોમાં પ્રવેશી શકતા નથી. આ ત્રણેય મંદિરો મહાનિર્વાણ અખાડા હેઠળ આવે છે.
Dress code implemented for women, girls in three temples in Uttarakhand
Read @ANI Story | https://t.co/4a5EDUr7BU#Uttarakhand #Dresscode #Temple pic.twitter.com/Wg3JrDLi7Z
— ANI Digital (@ani_digital) June 6, 2023
તેમણે વધુમાં કહ્યું કે અખાડાએ મંદિરમાં આવનારા ભક્તોને અપીલ કરી છે કે મંદિર આત્મનિરીક્ષણ માટેનું સ્થળ છે, મનોરંજન માટે નહીં. તેમણે કહ્યું, “મહાનિર્વાણ અખાડા દ્વારા મહિલાઓ અને છોકરીઓને અપીલ કરવામાં આવી છે કે જો તેઓ મંદિરમાં પૂજા માટે આવી રહી હોય તો તેઓએ ભારતીય પરંપરા અનુસાર કપડાં પહેરવા જોઈએ. ત્યાર બાદ જ તેમને મંદિરમાં પ્રવેશ મળશે.
શ્રીમંત રવિન્દ્ર પુરીએ છોકરીઓ અને મહિલાઓ તેમજ તેમના પરિવારના સભ્યોને ઓછામાં ઓછા 80 ટકા શરીર ઢાંકીને મંદિરોમાં આવવા અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના મંદિરોમાં આ સિસ્ટમ પહેલાથી જ છે. તેમણે કહ્યું, “હવે આ સિસ્ટમ અહીં પણ લાગુ કરવામાં આવી રહી છે. જેથી મંદિરે આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો કરવો ન પડે.
આ પણ વાંચો:રેલ્વે દુર્ઘટનાની સીબીઆઈ તપાસઃ કાવતરાની આશંકા
આ પણ વાંચો:નગ્નતાને જાતીય સંબંધ સાથે ન જોડી શકાય, કેરળ હાઇકોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
આ પણ વાંચો: ઈસ્લામિક દેશોમાં 15 લાખ હિંદુ યુવતીઓના ડેટા વેચવામાં આવશે,અંડર ગારમેન્ટ કંપનીને મળી ધમકી
આ પણ વાંચો:લ્વેએ 2017થી 2022 ની વચ્ચે સુરક્ષા પર રૂપિયા 1 લાખ કરોડ ખર્ચ્યા, અહેવાલમાં દાવો..
આ પણ વાંચો:PM મોદીની જીદને કારણે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ભાજપની થઇ હાર : CM અશોક ગેહલોત
