UNHC-Modi/ લગભગ દોઢ અબજ લોકોના પ્રતિનિધિત્વ વગરની યુએન સુરક્ષા પરિષદ કઈ રીતે હોઈ શકેઃ પીએમ મોદી

ફ્રાન્સના અગ્રણી મીડિયા ગ્રુપ “લેસ ઇકોસ” ને આપેલા આ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી અને કહ્યું હતું કે ગ્લોબલ સાઉથના અધિકારોને સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નકારવામાં આવ્યા છે.

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની UNHC-PM Modi બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે રવાના થઈ ગયા છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના એક જાણીતા ન્યૂઝપેપરને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ફ્રાન્સના અગ્રણી મીડિયા ગ્રુપ “લેસ ઇકોસ” ને આપેલા આ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી અને કહ્યું હતું કે ગ્લોબલ સાઉથના અધિકારોને સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નકારવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, “હું ભારતને ‘ગ્લોબલ સાઉથ’ માટે મજબૂત ખભા તરીકે જોઉં છું.” આ ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે ભારત દેશ 2047 સુધીમાં વિકસિત દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.

યુએનએસસીમાં કાયમી સભ્યપદ માટે હિમાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જૂલાઈએ UNHC-PM Modi પેરિસમાં ઉજવણીમાં ચીફ ગેસ્ટ હશે. અગાઉ, ફ્રેન્ચ અખબાર લેસ ઇકોસને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પશ્ચિમી દેશો અને ગ્લોબલ સાઉથ વચ્ચે સેતુ તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે “ગ્લોબલ સાઉથના અધિકારો લાંબા સમયથી નકારવામાં આવ્યા છે.તેથી જ આ દેશોમાં તેની પીડા દેખાઈ રહી છે.” આ પછી ભારતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે એવામાં તેને ફરીથી પોતાનું સ્થાન મેળવવાની જરૂર છે.

ફ્રેન્ચ મીડિયાને આપેલા આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની પણ હિમાયત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતુ કે , “સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દુનિયાની વાત કરવાનો દાવો કેવી રીતે કરી શકે છે જ્યારે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ તેનો કાયમી સભ્ય નથી.”

ભારત ટૂંક સમયમાં બનશે વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા

ભારતની અર્થવ્યવસ્થા વિશે વાત કરતાં UNHC-PM Modi વડા પ્રધાને જણાવ્યું હતું કે, 2014 પછી ભારતને આઝાદીની 100મી વર્ષગાંઠ 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્રમાં ફેરવવાના ઉદ્દેશ્ય સાથે મોટા આર્થિક સુધારાઓ શરૂ કર્યા છે. ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના રસ્તે છે.

પીએમ મોદીના આ ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં એક સમૃદ્ધ સભ્યતા છે જે હજારો વર્ષો જૂની છે. આજે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. ભારતની સૌથી મજબૂત સંપત્તિ આપણા યુવા છે એવામાં સમયમાં જ્યારે દુનિયાના અનેક દેશ વૃદ્ધ થઇ રહ્યા છે અને તેમની વસ્તી ઓછી થઇ રહી છે. ભારતના યુવા અને કુશળ કાર્યબળ આવનારા દાયકામાં વિશ્વ માટે એક સંપત્તિ બની રહેશે.

 

આ પણ વાંચોઃ PM Modi-India-France/ ફ્રાન્સ અને યુએઈની મુલાકાતમાં વ્યૂહાત્મક ભાગીદારીને વેગ મળવાનો પીએમ મોદીને વિશ્વાસ

આ પણ વાંચોઃ ISRO/ ઇસરો આવતીકાલે ચંદ્રયાન મિશન લોન્ચ કરશેઃ તિરુપતિમાં વૈજ્ઞાનિકોએ આશીર્વાદ લીધા

આ પણ વાંચોઃ Doodhsagar Dariy Scam/ વિપુલ ચૌધરીને ફટકોઃ દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં દોષિત ઠરતા સાત વર્ષની સજા

આ પણ વાંચોઃ Surendranagar-Clash/ સુરેન્દ્રનગરમાં જમીનના ડખામાં જૂથ અથડામણમાં બે સગા ભાઈના મોતથી લોકો વીફર્યા

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સપ્તાહ છૂટોછવાયો વરસાદ રહેશે