નબીરાઓ નહીં સુધરે/ અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

અમદાવાદમાં BMW કાર ચાલકે દારૂના નશામાં કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બિન્દાસ્ત સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત સર્જયો હતો.

Top Stories Ahmedabad Gujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માત અજુ આંખ સામેથી દૂર થયો નથી કે એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના ઇસ્કોન અને મણીનગર બાદ હવે નશામાં ધૂત કારના ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કાર બાકડાં સાથે ધડાકાભેર અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. કારમાં સવાર મહિલા સહિતના બહાર નીકળી ગયા હતા. જોકે, અકસ્માતગ્રસ્ત કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી.

જણાવીએ કે, અમદાવાદમાં BMW કાર ચાલકે દારૂના નશામાં કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બિન્દાસ્ત સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત સર્જયો હતો. એક નહિ, તેણે તો અકસ્માતોની લાઈનો લગાવી હતી. કાર ચાલક નશામાં ધૂત હોવાથી રસ્તામાં અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હતી. ત્યારે એક જાગૃત નાગરિકે નશામાં ધૂત કાર ચાલકનો વીડિયો બનાવ્યો હતો.

સેટેલાઈટ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોચાડ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતું હાલ સેટેલાઈટ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરાઈ છે. BMW કારના ચાલકનું નામ કમલેશ બિશ્નોઈ હોવાનું સામે આવ્યું છે.

રાત્રે 1 વાગ્યાની આસપાસ ચાલકે BMW કાર માણેકબાગ નજીક અથડાવી હતી. રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી.સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મણિનગર વિસ્તારમા કેદાર દવે નામના યુવકે દારૂ પીને અકસ્માત સર્જ્યો હતો. કેદાર દવેએ પૂરઝડપે કાર ચલાવીને કારને ઝાડના થડ સાથે અથડાવી હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. બિયર પીને કાર હંકારતા શખ્સની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે પૂર ઝડપે કાર હંકારતા ઝાડના થડ સાથે ગાડી અથડાઈ હતી અને કાર પલ્ટી મારી ગઈ હતી. જોકે, વૃક્ષને કારણે બાંકડા ઉપર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સ્થાનિકોએ 100 નંબર ડાયલ કરી  કાર ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. મણિનગર વિસ્તારમાં નશાની હાલતમાં કાર એકસીડન્ટ કરનાર સામે ગુનો નોંધાયો છે. મદાવાદના મણિનગર વિસ્તારમાં દારૂ પીને અકસ્માત સર્જનારા આરોપીની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. મણિનગરમાં દારૂ પીને અકસ્માત સર્જનારને પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

આ પણ વાંચો:અમદાવાદના 15 ટકા કેમેરા હજુ પણ બંધ હાલતમાં, કરોડોનું મેન્ટેનન્સ શા માટે?

આ પણ વાંચો:તથ્ય પટેલનો ચિઠો આવતી કાલે કોર્ટમાં!

આ પણ વાંચો:નવ યુવાનોનો ભોગ લેનારા તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન આવ્યું સામે, 6 મહિના પહેલા જ કર્યું હતું એવું કે..

આ પણ વાંચો:વિદ્યાર્થીઓના આરોગ્યને લઇ વાલીઓ થશે ચિંતા મુક્ત, આંખ આવવાની બીમારીને લઈને સુરતની શાળાઓએ કરી આ વ્યવસ્થા