વંદે ભારત એક્સપ્રેસમાંથી એક મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. મામલો બુધવારનો છે. તે ટ્રેનના ટોયલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો. જેના કારણે ફાયર એલાર્મ વાગ્યું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે બીડી પીતો હતો. આરોપી તિરુપતિ-સિકંદરાબાદ ટ્રેનના ટોયલેટ બંધ કરીને બીડી પીતો હતો. તે તિરુપતિથી ટ્રેનમાં ચઢ્યો હતો અને તે C-13 કોચના ટોયલેટ જઈને બીડી સળગાવી, ત્યારે એરોસોલ અગ્નિશામક સક્રિય થઈ ગયું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનની કેબિનમાં ધુમાડો દેખાઈ રહ્યો છે. સાથે જ લોકોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ત્યારબાદ આરોપી મુસાફરને રેલવે પોલીસ ફોર્સ દ્વારા નેલ્લોર ખાતેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સામે રેલવે એક્ટ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ટિકિટ વિના મુસાફરી કરી રહ્યો હતો.
వందే భారత్ రైలులో పొగలు
గూడూరు – మనుబోలు మధ్య రైలు నిలిపివేత. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన.
రైలు టాయిలెట్లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు.#VandeBharat #VandeBharatExpress pic.twitter.com/Vl2tW65oph
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2023
ફાયર એલાર્મ આપમેળે સક્રિય થાય છે
ઘટનાને કારણે ટ્રેનને લગભગ અડધો કલાક રોકવી પડી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર વિજયવાડાના જણાવ્યા અનુસાર, ‘C13ના ટોયલેટની અંદર એક મુસાફર ધૂમ્રપાન કરતો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે ધુમાડો નીકળે છે ત્યારે ફાયર એલાર્મ આપમેળે સક્રિય થઈ જાય છે. આરપીએફ દ્વારા નેલ્લોરમાં તે મુસાફરની અટકાયત કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.આ વીડિયોને 32 હજારથી વધુ લોકોએ જોયો છે. લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો:અવિશ્વાસ પ્રસ્તાવ પર અમિત શાહનો પલટવાર, PM મોદી આઝાદી બાદ સૌથી લોકપ્રિય નેતા
આ પણ વાંચો:ટામેટાની માળા પહેરીને પહોંચ્યા AAP સાંસદ, અધ્યક્ષ જગદીપ ધનખડે કર્યો વિરોધ
આ પણ વાંચો:રાહુલ ગાંધીની ‘ફ્લાઈંગ કિસ’ પર હોબાળો, BJP સાંસદોએ સ્પીકરને લેખિત કરી ફરિયાદ
આ પણ વાંચો:ચંદ્રની ખૂબ નજીક પહોંચ્યું ચંદ્રયાન-3, ઓછી કરી તેની ભ્રમણકક્ષા; સપાટીના સ્પર્શથી કેટલું દૂર જાણો
