અમદાવાદઃ કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા, આ કહેવત Suicide in London વિદેશમાં જવાનો મોહ ધરાવનારાઓ માટે હાલમાં તેટલી જ સાચી પડી રહી છે. લોકો કમાવવાની ઘેલછામાં વિદેશ તો જાય છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિઓ સાથે પાર પાડવાની વાત આવે ત્યારે હિંમત હારી જાય છે. આવું જ ગુજરાતમાં અમદાવાદના પાટીદાર યુવક કુશ પટેલનું થયું છે. અમદાવાદથી મોટી આકાંક્ષાઓ સાથે લાખો રૂપિયા ખર્ચી લંડન ગયેલા કુશ પટેલે પ્રારંભિક માહિતી મુજબ આત્મહત્યા કરી છે. પહેલા તો કુશ પટેલના ગુમ થયાના સમાચાર હતા, હવે તેની લાશ લંડનબ્રિજ પાસેથી મળી આવી છે. તેની લાશ ઓળખાય તેવી સ્થિતિમાં પણ ન હતી, પરંતુ ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહ કુશ પટેલનો હોવાને સમર્થન મળ્યું છે.
અમદાવાદમાં રહેતો કુશ પટેલ હજી તો ગયા વર્ષે જ લંડન ગયો હતો Suicide in London અને તેણે યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધુ હતુ. આમ એક જ વર્ષમાં તે હિંમત હારી ગયો હતો. દસ ઓગસ્ટ બાદ કુશનો સંપર્ક ન થતા માબાપ ચિંતાતુર બન્યા હતા, તેના રૂમમેટને પણ તેની ખબર ન હોવાથી તેમની ચિંતા વધી ગઈ હતી. તેથી તેઓએ લંડનના વેમ્બલી પોલીસ સ્ટેશમાં ફરિયાદ કરતાં પોલીસે કુશની શોધખોળ શરૂ કરી છે. બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂરા થવાના હતા.
હવે કુશના આત્મહત્યાના સમાચાર મળતા કુટુંબ ભાંગી પડ્યું છે. તેમણે Suicide in London એક તરફ લાડલો દીકરો ગુમાવ્યો છે તો બીજી તરફ કુશનો મૃતદેહ ભારત લાવવા 25 લાખથી પણવધુ રકમનો ખર્ચો હોવાનું જાણમાં આવ્યું છે. કુટુંબ આટલો આર્થિક બોજો ઉઠાવી શકવાની સ્થિતિમાં નથી. એકનું એક સંતાન ગુમાવતા કુટુંબ આઘાતની સ્થિતિમાં છે.
આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ફોડ્યો રાજકીય ‘પરમાણુ બોમ્બ’, સેનાનો આખો પ્લાન નિષ્ફળ
આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ અમેરિકન ફાઈટર એરક્રાફ્ટ ખરીદવું કેટલું યોગ્ય?
આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ બ્રિટને યુક્રેનને 7.5b ડોલરના આપ્યા હથિયાર, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચોઃ BRICS/ બ્રિક્સ સમિટમાં શી જિનપિંગને મળશે પીએમ મોદી? વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ
આ પણ વાંચોઃ Ladakh Visit/ રાહુલ ગાંધીએ લેહ માર્કેટમાં શાકભાજીની દુકાન પરથી ખરીદી કરી,જુઓ વીડિયો
