Asia Cup-India-Pak/ Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, રોહિત શર્મા સામે શાહીનનો પડકાર

શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાઈ રહેલા એશિયા કપ 2023માં ભારત આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સાથે ટકરાશે. ભારત ચાર વર્ષ પછી  ODI ફોર્મેટમાં પાકિસ્તાન સામે ટકરાવાનું છે.

Top Stories India

શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાઈ રહેલા એશિયા કપ 2023માં ભારત આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સાથે ટકરાશે. ભારત ચાર વર્ષ પછી  ODI ફોર્મેટમાં પાકિસ્તાન સામે ટકરાવાનું છે. છેલ્લા 4 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનથી લઈને મિડલ ઓર્ડર અને બોલિંગમાં ઘણો ફેરફાર થયો છે.  તેની સાથે-સાથે પાકિસ્તાનની ટીમ પણ આત્મવિશ્વાસ સાથે ભારતના પડકારનો સામનો કરવા માટે તૈયાર દેખાઈ રહી છે.

છેલ્લી વખત બંને ટીમો ODI ફોર્મેટમાં 2019 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. આ મેચમાં રોહિત શર્માની શાનદાર સદીની મદદથી ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું. જોકે, 2021માં પાકિસ્તાને તે કર્યું જે T20 વર્લ્ડ કપમાં ક્યારેય બન્યું ન હતું તેમ પ્રથમ વખત પાકિસ્તાન વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવવામાં સફળ રહ્યું હતું.

આ મેચ બાદ પણ ભારતીય ક્રિકેટ ટીમમાં ઉતાર-ચઢાવનો સમય શરૂ થયો હતો. રોહિત શર્માના રૂપમાં ભારતને નવો કેપ્ટન મળ્યો છે. રોહિત શર્મા સામે વર્લ્ડ કપ પહેલા પોતાની કેપ્ટનશિપ સાબિત કરવાનો પણ પડકાર છે. જો પાકિસ્તાન એશિયા કપમાં ભારતને હરાવવામાં સફળ થાય છે, તો તે આવતા મહિને યોજાનારી વર્લ્ડ કપની મેચમાં જોરદાર ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે. એટલા માટે ભારત આ મેચમાં કોઈ કસર છોડવા માંગશે અને કોઈપણ કિંમતે પાકિસ્તાનને હરાવવાનો પ્રયાસ કરશે.

ભારતીય ટીમ બદલાઈ ગઈ છે

2019 બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાયેલી દેખાશે. રોહિત શર્માની સાથે ઓપનિંગની જવાબદારી શુબમન ગિલના હાથમાં છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં હશે. સ્પિનની જવાબદારી કુલદીપ પર રહેશે. શમી સિવાય સિરાજ પણ ફાસ્ટ બોલિંગમાં બુમરાહને સપોર્ટ કરવા હાજર છે. પાકિસ્તાનની ટીમ પણ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. બાબરની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમ વધુ સંતુલિત દેખાઈ રહી છે. પાકિસ્તાન પાસે ફખર ઝમાન અને ઇમામના રૂપમાં બે ઇન-ફોર્મ ઓપનર છે. ત્રીજા નંબર પર બાબર આઝમ સતત મજબૂત ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે. રિઝવાન એન્કરની ભૂમિકા ભજવવામાં એક્સપર્ટ બની ગયો છે.

પાકિસ્તાનની ટીમ પણ ઓછી ખતરનાક નથી

ભારત કરતાં પાકિસ્તાનની બેટિંગમાં વધુ ડેપ્થ જોવા મળી રહી છે. પાકિસ્તાન પાસે ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝના રૂપમાં ચાર ઓલરાઉન્ડર છે. આ સિવાય શાહીન આફ્રિદી અને નસીમ શાહમાં પણ મોટા શોટ લગાવવાની ક્ષમતા છે. પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ પણ ઘણી મજબૂત દેખાઈ રહી છે. શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ બધા ફાસ્ટ બોલર છે. રઉફ 150થી વધુની ઝડપે બોલ ફેંકવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય ટીમ ટોપ ઓર્ડર માટે શાહીનની બોલિંગનો સામનો કરવો સરળ નથી.

 

આ પણ વાંચોઃ ભૂકંપ/કચ્છમાં 4.5 તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભારે દહેશત

આ પણ વાંચોઃ સુરત/નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

આ પણ વાંચોઃ  મોટા ષડયંત્રનો પર્દાફાશ/આંતર-ધર્મ પ્રેમીને નિશાન બનાવવાના મામલામાં પોલીસની મોટી કાર્યવાહી, 14 યુવકોની ધરપકડ

આ પણ વાંચોઃ  Breaking News/અમદાવાદ સહિત 6 મનપા ના મેયરની ચૂંટણીની તારીખ જાહેર

આ પણ વાંચોઃ ગાંધીનગર/રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય