ભારત એક ધાર્મિક દેશ છે જ્યાં દરેક દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં દેવાધિદેવ મહાદેવનું ભક્તો ઉસ્મા ભેર પૂજન કરતાં હોય છે ત્યારે 4 ઓગસ્ટના રોજ નાગપંચમીછે. કહેવાય છેકે ભગવાન શંકરને નાગ બહુ પ્રિય છે તે તેને પોતાના ગળામાં ધારણ કરે છે. તેમજ ભગવાન વિષ્ણુનું વાહન પણ સ્વયંમ વાસુકી છે.નાગ પંચમીના દિવસે લોકો સર્પ દોષ માંથી મુક્તિ મેડવવા નાગ દેવતાની મંદિરમાં પૂજા કરતાં હોય છે ત્યારે આવુજ એક મંદિર જે સર્પની તરીકે પણ ઓળખાય છે.
જે ઉત્તરાખંડના નાગતીર્થમાં,નાગધામમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિ હોવા ઉપરાંત અહીં ઘણા નાગ ધામ પણ છે. જેમાં ઘણા પ્રખ્યાત નાગ દેવતા મંદિરો આવેલા છે. પિથોરાગઢના ઉત્તરકાશીના કુપડા ગામમાં સ્થિત સેમ મુખમ પ્રખ્યાત નાગતીર્થ, શેષનાગ દેવતા મંદિરને સાપની ભૂમિ કહેવામાં આવે છે.
નાગ પંચમીના દિવસે ભક્તો નાગ મંદિરોમાં પૂજા અર્ચના કરે છે. હિંદુઓ નાગ દેવતામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં નાગ સર્પ દોષ હોય તેઓ નાગ પંચમીની પૂજા કરવાનું ભૂલતા નથી. આ દિવસે નાગ મંદિરમાં દૂધ અને ખીર ચઢાવવાની પરંપરા છે. ઉત્તરાખંડમાં એક સેમ મુખેમ કરીને પ્રખ્યાત નાગતીર્થ છે, જે ઉત્તરાખંડમાં પાંચમા ધામ તરીકે પ્રખ્યાત છે. જે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં છે. જે ભક્તોમાં નાગરાજના નામથી પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે દ્વારકા ડૂબ્યા પછી, શ્રી કૃષ્ણ અહીં નાગરાજના રૂપમાં પ્રગટ થયા હતા. મંદિરમાં નાગરાજે પોતાની હૂડ ફેલાવી છે અને ભગવાન કૃષ્ણ નાગરાજની હૂડ ઉપર વંશીના સૂરમાં મગ્ન છે.
મંદિરના ગર્ભગૃહમાં સ્વયં નાગરાજની શિલા છે. આ શિલા દ્વાપર યુગની હોવાનું કહેવાય છે. મંદિરની જમણી બાજુએ ગંગુ રામોલાના પરિવારની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. અને સેમ નાગરાજાની પૂજા કરતા પહેલા ગંગુ રામોલાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કાલિયા નાગનો ઉધાર કરવા માટે આ સ્થાન પર આવ્યા હતા. આ સ્થાન તે સમયે ગંગુ રામોલાના નિયંત્રણમાં હતું, શ્રી કૃષ્ણ તેમની પાસેથી થોડી જમીન માંગવા માંગતા હતા પરંતુ ગંગુ રામોલાએ એમ કહીને ના પાડી દીધી કે તેઓ કોઈ પ્રવાસીને જમીન આપતા નથી.
પછી શ્રી કૃષ્ણએ પોતાનો પ્રતાપ બતાવ્યો, ત્યારબાદ ગંગુ રામોલાએ શરત સાથે શ્રી કૃષ્ણને થોડી જમીન આપી. શરત પ્રમાણે હિમા નામના રાક્ષસનો વધ થયો. આ સિવાય એવી પણ માન્યતા છે કે દ્વાપર યુગમાં એક દિવસ ભગવાનનો કૃષ્ણનો દડો બાળપણમાં યમુના નદીમાં પડ્યો હતો. આ નદીમાં કાલિયા નાગ રહેતો હતો.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દડો એકત્રિત કરવા નદી પર આવ્યા, ત્યારે કાલિયા નાગાએ તેમના પર હુમલો કર્યો, શ્રી કૃષ્ણએ તેમનો સામનો કર્યો અને કાલિયા નાગાનો પરાજય થયો. પછી ભગવાને કાલિયા નાગને ત્યાંથી ભાગીને સેમ મુખમ જવા કહ્યું, કાલિયા નાગે તેમને સેમ મુખમમાં દર્શન આપવા વિનંતી કરી. અંતે, ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને ઉત્તરાખંડમાં રામોલગઢી આવ્યા અને કાલિયા નાગ સમક્ષ હાજર થયા અને ત્યાં પથ્થરમાં સમાવિષ્ટ થયા. ત્યારથી આ મંદિર સેમ મુખમ નાગરાજ મંદિર તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો :Bhutnath Mahadev/ગીરના સાન્નિધ્યમાં કાલિન્દી નદીના કાંઠે આવેલું ભૂતનાથ મહાદેવ
આ પણ વાંચો :આજનું રાશિફળ/4 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો :resolution/સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા
