Mahant Dilipdasji/ અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાતના પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી

સાળંગપુરમાં હનુમાનજીની મોટી પ્રતિમાની નીચેના ભીંતચિત્રનો વિવાદ તો પૂરો થઈ ગયો, પણ આ વિવાદના પગલે નૌતમ સ્વામીની હકાલપટ્ટી થતાંઅખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ તરીકે સુવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ગુજરાતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

Top Stories Gujarat

અમદાવાદઃ સાળંગપુરમાં હનુમાનજીની Jagannath Temple Mahant મોટી પ્રતિમાની નીચેના ભીંતચિત્રનો વિવાદ તો પૂરો થઈ ગયો, પણ કહેવાય છે કે પાણીમાં પથ્થર પડે તો તેના વમળો તો ઉઠવાના. આ વિવાદના પગલે નૌતમ સ્વામીની હકાલપટ્ટી થતાંઅખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ તરીકે સુવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ગુજરાતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાળંગપુર વિવાદ પછી નૌતમ સ્વામીને પ્રદેશ પ્રમુખપદેથી દૂર કરવામાં આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં સંત અખિલેશ્વરદાસજી, Jagannath Temple Mahant આનંદ રાજેન્દ્રગિરી, ચૈતન્ય શંભુ મહારાજ, ભાવનગરના રાજચંદ્રદાસજી, રામમનોહરદાસજી, સુનિલ દાસજી,  દામોદરદાસજી સહિતના સંતો હાજર રહ્યા હતા. આ પહેલા અખિલ ભારતીય સંત સમિતિના વડા તરીકે ગુજરાતના પ્રમુખ નૌતમ સ્વામી હતા, પરંતુ હનુમાનજીના વિવાદના મુદ્દે નૌતમ સ્વામીએ આપેલા નિવેદન પછી તેમને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. આ માટેની બેઠક ઉત્તરપ્રદેશમાં લખનઉ ખાતે મળી હતી.

સાળંગપુરનો વિવાદ સામે આવ્યા પછી ખંભાતમાં સત્સંગ Jagannath Temple Mahant સંમેલનમાં વડતાલના નૌતમ સ્વામીએ આપેલા નિવેદનના પગલે અખિલ ગુજરાત સંત સમાજનું પ્રમુખપદ ગુમાવવું પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનના અને તેમના કુળદેવ હનુમાનજી મહારાજ છે. ભગવાનના જેટલા પણ અવતારો થયા પછી તે ભગવાન શ્રીરામચંદ્રજી હોય, શ્રીકૃષ્ણનારાયણ હોય તે બધા ભગવાન સ્વામિનારાયણના જ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે. કોઈને પણ વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમ પર જાય. સંપ્રદાયના સામાન્ય માણસોએ તેનો જવાબ આપવાની કોઈ જરૂર નથી.

 

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર/ માર્ગ અને મકાન વિભાગ ‘માર્ગ ભૂલ્યો’: SOR વગર જ થતી ખરીદી

આ પણ વાંચોઃ Asia Cup 2023/ એશિયા કપ સુપર-4માં ભારતીય ટીમ ક્યારે અને કોની સાથે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યુલ

આ પણ વાંચોઃ G-20 Summit/ દિલ્હીમાં દુનિયાભરના નેતાઓનો જમાવડો; G-20 સમિટમાં કયા કયા દેશો લઈ રહ્યાં છે ભાગ?

આ પણ વાંચોઃ Gujarat Rainforecast/ ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

આ પણ વાંચોઃ Gujarat rainforecast/ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું