Vadodara : ગુજરાતમાં આજે પણ મહિલાઓ સુરક્ષિત નથી.અવારનવાર સામે આવતી બળાત્કારની ઘટના બાદ સાબિત થાય છે કે, મહિલાની સુરક્ષા માટે થતી વાતો માત્ર કાગળ પર જ સીમિત છે. હાલ ડભોઇમાં એક મહિલા પર એક તબીબે બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ તબીબે મહિલાને લગ્ન અને તેના લકવાગ્રસ્ત પતિની સારવારની લાલચ આપી આરોપીએ વારંવાર મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં એકવાર મહિલા ગર્ભવતી પણ બની હતી. હાલમાં પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે.
માહિતી મુજબ મહિલાના પતિને બે વર્ષ પૂર્વે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યાર બાદ પતિ લકવાગ્રસ્ત થયો હતો.ત્યારે ડભોઇ રાધેકોમ્પ્લેક્સ ખાતે આવેલ શ્રી બાલાજી ફિજીયોથેરાપી સેન્ટરમાં મહિલા સારવાર અર્થે તેના પતિને લઈ ગઈ હતી ત્યારથી આ તબીબ મહિલાના સંપર્કમાં આવ્યો અવાર નવાર તબીબ ડો.સિવાંગ મોદી મહિલાના ઘરે જઈ સારવાર આપતો હતો ત્યારર દોઢ વર્ષથી માહિલાને લગ્નની લાલચ આપી.
પરણીતાએ ડભોઇ પોલીસ મથકમાં ડોક્ટર શિવાંગ મોદી વિરુદ્ધ ફરિયાદમાં નોંધાવી છે. તે અનુસાર ડભોઇમાં શ્રી બાલાજી ફિઝિયોથેરાપી નામનું ક્લિનિક ચલાવતા ડો. શિવાંગ મધુસુદન મોદી જે ડભોઇમાં અંબિકાનગર સોસાયટીમાં પરિવાર સાથે રહી પોતાનું જીવન ગુજારે છે. આ ડો. શિવાંગ મોદીએ 01-12-2021 થી 30-5-023 દરમિયાન ડભોઇમાં રહેતા લકવાગ્રસ્ત દર્દીના ઘરે સારવાર અર્થે ઘરે જતાં હતાં. ત્યારે દર્દીની પત્નીના ભોળપણનો લાભ લઈ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
પતિની સારવાર અને બાળકોની દેખરેખની લાલચ આપીને આરોપીએ દોઢ વર્ષ દરમિયાન મહિલા પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત મહિલાએ આરોપી શિવાંગ મોદી વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, IPC કલમ 376(2)n/313, 504 મહિલા અત્યાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, પીઆઈ આર.એમ. રાઠવાએ વ્યાપક તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ શિવાંગ મોદીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે ડભોઈ પોલીસે હવાસખોર ડો. તબીબની પુછપરછમાં ચોંકાવનારી બાબતો બહાર આવે તેવી શકયતા નકારી શકાતી નથી. આવા લુચ્ચા તબીબની કાર્યવાહીથી સમગ્ર ડભોઇ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત
આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ
આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી
