Crocodile killed/ વડોદરામાં પાણીમાં જનારાના માથે ભમે છે મોતઃ મગરના હુમલામાં બેના મોત

વડોદરા જિલ્લામાં પાણીમાં જનારાઓના માથે મોત ભમી રહ્યુ છે. બે લોકોના મોત મઘરના હુમલામાં થયા છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુતાલ અને લીમડા ગામે મગરના લીધે બેના જીવ ગયા છે. મગરના હુમલામાં બંનેના અત્યંત ખરાબ રીતે મોત થયા છે.

Gujarat Vadodara

વડોદરાઃ વડોદરા જિલ્લામાં પાણીમાં જનારાઓના માથે Crocodile killed મોત ભમી રહ્યુ છે. બે લોકોના મોત મઘરના હુમલામાં થયા છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુતાલ અને લીમડા ગામે મગરના લીધે બેના જીવ ગયા છે. મગરના હુમલામાં Vadodara News બંનેના અત્યંત ખરાબ રીતે મોત થયા છે.

વડોદરાના ગુતાલ ગામે કુદરતી હાજતે ગયેલા 65 વર્ષીય વૃદ્ધને મગરે જડબામાં જકડી લીધા હતા. સૂર્યા કોતરમાં મગરે વૃદ્ધની જાંઘ પકડતા વૃદ્ધે વેલો પકડી બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મગરના જડબામાં ફસાયેલા વૃદ્ધને છોડાવીને સારવાર અર્થે ખસેડાયા હતા. ટૂંકી સૂરવાર બાદ વૃદ્ધનું હોસ્પિટલમાં જ મોત થયું હતું.

મગરે વૃદ્ધ પર હુમલો કરવાના બદલે આ બનાવના Crocodile killed પગલે પોલીસનો કાફલો અને વનવિભાગ દોડી આવ્યો હતો. તેની સાથે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ગ્રામજનોને પાણીમાં જવા સામે ચેતવણી આપી હતી.

બીજા બનાવમાં લીમડા ગામે તળાવમાં ન્હાવા પડેલા યુવકને મગર ખેંચી ગયો હતો. સ્થાનિકોએ બૂમાબૂમ કરતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ યુવાન લીમડા ગામે રહીને છૂટક મજૂરી કરતો હતો. તેને મગર ખેંચી ગયો હતો. સ્થાનિકોએ મૃતદેહ કાડવાનો પ્રયત્ન કર્યો હતો. છેવટે તળાવમાં બાવળના ઝાડ નીચે મૃતકનો મૃતદેહ દેખાયો હતો. આમ મગરના બે જુદા-જુદા હુમલામાં Crocodile killed બે લોકોના મોત થવાના પગલે સ્થાનિક વિસ્તારમાં સોંપો પડી ગયો છે. લોકો હવે તળાવમાં જતા પણ ડરવા લાગ્યા છે. તંત્રએ પણ આ સામે ચેતવણી જારી કરી છે. તેમા પણ ખાસ કરીને મહિલાઓને તળાવના કાંઠે બેસીને કપડા ધોવા ન જવા કહ્યું છે.

 

આ પણ વાંચોઃ Rajkot Rapist/આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી

આ પણ વાંચોઃ Politics/કેટલાક MLA પાટીલ સાહેબને મારા વિરુદ્ધ ભડકાવે છે, જુઓ MP વસાવાએ કોના નામ લીધા…

આ પણ વાંચોઃ kidnap/સુરતમાં બે દી’ પહેલા અપહરણ થયેલા માસુમ બાળકની લાશ મળી, આટલા લાખની માગી હતી ખંડણી

આ પણ વાંચોઃ કરુણાંતિકા/ચોમાસામાં રસ્તા પર વાહન ચલાવતા ચેતજોઃ આણંદમાં દંપતીનો વૃક્ષે લીધો ભોગ

આ પણ વાંચોઃ Lightening strike/બનાસકાંઠામાં વીજળી પડતા દાદા-પૌત્રના મોતથી અરેરાટી