પંચમહાલ: બોટાદના સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાની મૂર્તિ નીચે ભીંતચિત્રો મૂકવામાં આવ્યા હતા. જેને કારણે સાધુ-સંતોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ ભારે નારાજગી જાવા મળી હતી.જોકે, રાજ્યમાં ભારે વિવાદ બાદ ભીંતચિત્રોને દૂર કરાયા અને આ વિવાદનો આવ્યો અંત આવ્યો હતો. પરંતુ આ વચ્ચે હવે ભાજપના એક ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસા ભેગા કરવાની સંસ્થા કહી છે.
પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્ટેજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે ‘ના’ કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે.
https://www.facebook.com/mantavyanews/videos/2682517945240066
ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાય સંપ્રદાય લઈને વિવાદ ચાલી રહ્યો છે અને હવે કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો આ વીડિયો વાયરલ થતા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: Vadodara Gets New Mayor/ કોણ છે વડોદરાના નવા મેયર પિન્કીબેન સોની જાણો….
આ પણ વાંચો: “પ્રતિભા”ની કસોટી..!/ કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર
આ પણ વાંચો: સીએમ ‘સ્ટ્રાઇક’/ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની મુખ્યમંત્રીની તાકીદ
