જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે આતંકીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. આ પહેલા એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અનંતનાગના ગડોલ વિસ્તારમાં છુપાયેલા આતંકી અને સુરક્ષા દળો વચ્ચે બુધવારે સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સતત અથડામણ ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે સુરક્ષા દળોએ બુધવારે જ રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ સાથે રાજૌરી જિલ્લાના દૂરના નારલા ગામમાં ત્રણ દિવસના ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે.
Army colonel and major, deputy superintendent of JK Police killed in Anantnag gunfight: Officials
— Press Trust of India (@PTI_News) September 13, 2023
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાક. આતંકી ઠાર
રાજૌરીના નારલા ગામમાં મંગળવારે એક અથડામણમાં એક શંકાસ્પદ પાક. આતંકી માર્યો ગયો. ગોળીબારમાં સેનાના એક જવાન અને સેનાના ડોગ યુનિટની છ વર્ષની માદા લેબ્રાડોર કેન્ટ પણ શહીદ થયા હતા, જ્યારે ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: Ujjwala Yojana/ 75 લાખ મહિલાઓને ફ્રીમાં ગેસ સિલિન્ડર મળશે!
આ પણ વાંચો: Railway Officer Arrested/ 5 લાખની લાંચ લેતા ઝડપાયેલા રેલવે અધિકારીના ઘરમાંથી મળ્યા અધધધ કરોડ કેશ
આ પણ વાંચો: Libya Floods/ રણમાં સુનામી….? લિબિયામાં 5000 થી વધુ લોકોના મોત, જુઓ તબાહીના દ્રશ્યો
