Surat/ માંગરોળના માનવભક્ષી દીપડાને થશે આજીવન કેદની સજા, જાણો શું છે ઘટના

સુરતમાં માનવભક્ષી દીપડાને સજા થશે. તેને હવે જંગલમાં છૂટો મૂકવામાં નહી આવે પણ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવશે. આમ હવે તે ઝૂ જોવા આવનારાઓનું મનોરંજન કરશે.

Gujarat Surat

સુરતઃ સુરતમાં માનવભક્ષી દીપડાને  સજા થશે. તેને હવે જંગલમાં છૂટો મૂકવામાં નહી આવે પણ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવશે. આમ હવે તે ઝૂ જોવા આવનારાઓનું મનોરંજન કરશે.

સુરતના માંગરોળ તાલુકામાં Leopard તાજેતરમાં દીપડાના હુમલાનો બનાવ બન્યો હતો. તેમા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. તેના પગલે જિલ્લા વનવિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉની રાત્રિએ માનવભક્ષી દીપડો મારણની લાલચે પાંજરે પૂરાયો હતો.

સુરતમાં થોડા દિવસ અગાઉ માંગરોળ તાલુકાના આંકરોડ ગામની સીમમાં પશુ ચરાવી રહેલા બાળક પર ખૂંખાર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. તેમા Leopard બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.

બાળકનું મોત નીપજવાના લીધે વનવિભાગની ટીમે માનવભક્ષી દીપડાને પકડવા માટે પૂરી જાન લગાવી દીધી હતી. છેવટે ગુરુવારની મોડી રાત્રે માનવભક્ષી દીપડો મારણની લાલચમાં પાંજરે પુરાયો હતો. દીપડો પુરાયાના સમાચાર મળતા સ્થાનિકોએ રાહતની લાગણી અનુભવી હતી. તેની સાથે પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે લોકો ઉમટ્યા હતા.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આંકરોડ ગામની સીમમાં 11 વર્ષનો સતીશ વસાવા તેના મિત્રો સાથે ગામની સીમમાં પશુ ચરાવવા ગયો હતો. આ દરમિયાન શેરડીના ખેતરમાંથી માનવભક્ષી દીપડો Leopard આવ્યો હતો. દીપડાએ હુમલો કરી બાળકને શેરડીના ખેતર બાજુ ખેંચી જવા પ્રયત્ન કર્યો હતો, પણ અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડીને શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. આ ઘટનામાં ગંભીર ઇજાના લીધે બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે સુરત વનવિભાગની ટીમે દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Karnataka/ કાવેરી જળ વિવાદને લઈને આજે કર્ણાટકમાં બંધનું એલાન!

આ પણ વાંચોઃ Hate Crime/ મુસ્લિમ વિદ્યાર્થીના હાથે હિંદુ વિદ્યાર્થીને થપ્પડ મરાવનારી શિક્ષિકાની ધરપકડ

આ પણ વાંચોઃ World University Rankings 2024/ આ છે દેશની સર્વ શ્રેષ્ઠ સંસ્થાઓ, જ્યાં અભ્યાસ કરશો તો કરિયર સેટ થઈ જશે

આ પણ વાંચોઃ MP-Rape/ મધ્યપ્રદેશમાં સગીરા પર બળાત્કારના કિસ્સામાં ઓટો ડ્રાઇવરની ધરપકડ