- વલસાડઃ ધરમપુરમાં અનેક વખત રખડતા ઢોરોના આતંકની ઘટના
- વાજતે ગાજતે નીકળેલી યાત્રામાં વચ્ચે ઘૂસ્યો આખલો
- વિસર્જન યાત્રામાં ચારથી વધુ લોકોને લીધા અડફેટે
Valsad News: રાજ્યમાં રખડાતો ઢોરનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હાઈકોર્ટની ફટકાર બાદ પણ આ સમસ્યા ઠેરની ઠેર જ છે. જેના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તો કેટલાક લોકોને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આવી જ જ એક ઘટના વલસાડથી સામે આવી છે. અહીં ગણેશ વિસર્જનની યાત્રામાં આખલાનો આતંક જોવા મળ્યો હતો. જણાવીએ કે, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શક્ય છે ક ઘણા બધા લોકો ગણેશ વિસર્જન યાત્રામાં નાચતા નાચતા જઈ રહ્યા છે. અને સામેથી અચનક એક આખલો આવીને ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર
