મહારાષ્ટ્રના નાંદેડમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, છેલ્લા 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોત નોધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આ ઘટનાને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડો. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, નાંદેડમાં શનિવાર અને રવિવાર વચ્ચેના 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોત નોંધાયા છે.આવી જ એક ઘટનામાં આ વર્ષે ઓગસ્ટમાં થાણેની સરકારી હોસ્પિટલમાં 18 લોકોના મોત થયા હતા. રાજ્ય સરકાર પર આવશ્યક દવાઓનો પુરવઠો જાળવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, હાલ આ ઘટના મામલે રાજનીતિ રમાઇ રહી છે, વિરોધ પક્ષ સત્તાપક્ષ પર આકરા પ્રહાર કરી રહ્યા છે.ઘટનાની જાણ થતાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, જિલ્લા કલેક્ટર અભિજિત રાઉત હોસ્પિટલ દોડી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એસ.આર. વાકોડેએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, “જે 12 નવજાત બાળકોના મોત થયા છે. 12 નવજાત બાળકોમાંથી છ મહિલાઓ હતી. આમાંથી આઠ બાળકો જન્મના શૂન્યથી ત્રણ દિવસમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચારને ગંભીર હાલતમાં GMCHમાં રિફર કરવામાં આવ્યા હતા.”
આ ઘટનાના પડઘા સમગ્ર મહારાષ્ટ્રમાં પડ્યા છે ,જેના લીધે સરકાર હરકતમાં આવી અને સત્વરે તપાસના આદેશ આપ્યા છે. હાલ આ ઘટનાના લીધે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
