સુરત/ જુના પાઠયપુસ્તક આપવા ગયેલી સગીરા પર દુષ્કર્મ, ગર્ભ રહી જતા ફૂટ્યો ભાંડો

સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.ભંગારની દુકાન ચલાવતા એક આધેડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Gujarat Surat
દુષ્કર્મ

@નલિન ચૌધરી

Surat News: સુરત ગ્રામ્યમાં સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.ભંગારની દુકાન ચલાવતા એક આધેડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જો કે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના બહાર આવી હતી.જેથી સગીરાના પિતાએ કિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઓલપાડના કિમ ગામે આરોપી નાથુજી નંદાજી કુમાવત નામનો આધેડ ભંગારની દુકાન ચલાવે છે.સગીરા જ્યારે જુના પાઠયપુસ્તક આપવા માટે દુકાને ગઈ હતી ત્યારે વિકૃત માનસિકતા ધરાવતો આધેડ આ સગીરાને દુકાનના પાછળના ભાગે લઈ જઈ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સગીરાને મારી નાખવાની ધમકી આપી અવારનવાર બદકામ કરતો રહ્યો હતો.

જો કે સગીરાને ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા માતાપિતાને કિશોરીએ આપવીતી જણાવી હતી.જેથી સગીરાના પિતાએ કીમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.કિમ પોલીસે આરોપી નાથુજી નંદાજી કુમાવતની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ