@દિવ્યેશ પરમાર
Surat News: સુરત માં મૂર્તિકાર મહિલા સાથે ઓળખાણ કરી બે ત્રણ ગ્રાહકો મોકલી પિતા પુત્ર એ ઓળખાણ કેળવ્યા બાદ મહિલા પાસેથી 2 લાખ હાથ ઉછીનાં લીધા હતા 8 વર્ષ થઈ ગયા હોવા છતાં પિતા પુત્ર રૂપિયા આપતા ના હતા.મહિલાએ ઉઘરાણી કરતા પિતા પુત્ર તેમના ઘરે ઘુસી ગયા હતા અને એકલતા નો લાભ લઇ મહિલા પર પિતા પુત્રે દુષ્કર્મ આચર્યું હતું..જેમાં પોલીસે પિતા નિ ધરપકડ કરી છે
સુરત માં પિતા પુત્ર હેવાન બન્યા હોવાની ઘટના સામે આવી છે. સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા લાલ દરવાજા ખાતે ગણપતિ અને દશામાની મૂર્તિ બનાવનાર મહિલા પર પિતા પુત્ર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે.
મહિલા મૂર્તિકારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા શિવકુમાર કિશન પારકર ના સંપર્કમાં તેણી આવી હતી. શિવકુમાર દ્વારા મૂર્તિના ત્રણથી ચાર ગ્રાહકો મહિલા પાસે મોકલ્યા હતા. જેથી મહિલા મૂર્તિકારના પતિ અને મહિલા જોડે મિત્રતા થઈ હતી.
વર્ષ 2015માં મહિધરપુરા વિસ્તારમાં આવેલા મંછરપુરા ખાતેનું પોતાનું મકાન મહિલાએ વેચી નાખ્યું હતું.જે રૂપિયામાંથી શિવકુમાર પારકરને હાથ ઉછીના રૂપિયા બે લાખ આપ્યા હતા. જે રૂપિયા સમય મર્યાદામાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. ધંધો કરવા માટે માંગેલા રૂપિયા પાંચ છ મહિનામાં પરત કરી દેવાનો વાયદો કર્યો હોવા છતાં પણ રૂપિયા પરત આપવામાં આવ્યા નહોતા. જેથી મહિલાએ વારંવાર ઉઘરાણી કરી હતી.
એટલું નહીં પરંતુ મહિલા અને પતિ નો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારબાદ દારૂના નશામાં શિવકુમાર મહિલાના ઘરે આવ્યો હતો જેનો ગેરલાભ ઉઠાવી બળજબરીપૂર્વક તેણીને બેડરૂમમાં લઈ જઈ ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારીયો હતો.
આ સમગ્ર બનાવ અંગે મહિલાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે શિવ પારકર અને તેના પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમ્યાન પોલીસે શિવકુમાર પારકરની ધરપકડ કરી છે.જ્યારે શિવ પારકર ના પુત્ર વેદાંતની પણ હાલ શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન
આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી
આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા

